________________
અષાઢાભૂતિ રાસ રચ્યો. જેમાં અષાઢાભૂતિની કથા ગૂંથી છે. સંવત ૧૭૨૪માં ૩૩ ઢાળ ૭ર૧ કડીનો પ્રદેશી રાજા રાસ રચ્યો. જેમાં પ્રદેશી રાજાની કથા ગૂંથી છે. સંવત ૧૭રપમાં ૧૬ ઢાળ ૨૮૩ કડીનો નંદિષેણ રાસ રચ્યો. જેમાં નંદીષણની કથા ગૂંથી છે. સંવત ૧૭ર૬માં ૪૦ ઢાળનો શ્રીપાળ રાસ રચ્યો. જેમાં શ્રીપાળ કથા વર્ણવી છે. સંવત ૧૭૨૭માં ૧૯ ઢાળનો ૩૦૧ કડીનો આદ્રકુમાર રાસ રચ્યો. જેમાં આદ્રકુમારની કથા આલેખી છે. સંવત ૧૭૩૦માં ૩૧ ઢાળનો સનતચક્રી રાસ રચ્યો. જેમાં સનતચક્રીની કથા વર્ણવી છે. શાંબ પ્રદ્યુમ્નકુમાર રાસ રચ્યો. જેમાં પ્રદ્યુમ્નકુમારની કથા છે.
માનવિજયે ૧૭૦૪માં શ્રીપાળ રાસ રચ્યો. જેમાં શ્રીપાળ કથા આલેખી છે.
ઋદ્ધિવિજયે સંવત ૧૭૦૩માં વરદત્ત ગુણમંજરી રાસ રચ્યો. જેમાં વરદત્ત ગુણમંજરી કથા વર્ણવી છે. સંવત ૧૭૧૬માં રોહિણી રાસ રચ્યો. જેમાં રોહિણીની કથા ગૂંથી છે.
મેરુલાભ માહાવજીએ સંવત ૧૬૪રમાં ૩૦૩ કડીમાં ચંદ્રલેખાતી રાસ રચ્યો.
જિનહર્ષ-જસરાજે સંવત ૧૭૧૧માં ૩૦ ઢાળમાં વિદ્યાવિલાસ રાસ રચ્યો. જેમાં વિદ્યાવિલાસની કથા ગૂંથી છે. સં.૧૭૪૦માં ૪૯ ઢાળમાં શ્રીપાળ રાજાનો રાસ રચ્યો. સંવત ૧૭૪૧માં ૩૯ ઢાળ ૭૦૯ કડીમાં રત્નસિંહ રાજર્ષિ રાસ રચ્યો. જેમાં રત્નસિંહની કથા ગૂંથી છે. ર૭૧ કડીનો શ્રીપાળ રાસ રચ્યો. જેમાં શ્રીપાળની કથા વર્ણવી છે. સંવત ૧૭૪રમાં ૧૩૦ ઢાળ ર૮૭૬ કડીમાં કુમારપાળ રાસ રચ્યો. જેમાં કુમારપાળ કથા આલેખી છે. સંવત ૧૭૪૪માં અમરસેન વરસેન રાસ રચ્યો. જેમાં અમરસેન વયરસેન કથા વર્ણવી છે. ૨૩ ઢાળ ૪૦૭ કડીમાં ચંદન મલયગિરિ રાસ રચ્યો. જેમાં શીલનું મહત્ત્વ વર્ણવ્યું છે. સંવત ૧૭૪૪માં ૭૫ ઢાળ ૭૦૦ કડીમાં હરિશ્ચંદ્રકુમાર રાસ રચ્યો. જેમાં હરિશ્ચંદ્રની કથા વર્ણવી છે. સંવત ૧૭૪૫માં ર૯ ઢાળ ૫૮૭ કડીમાં ઉત્તમચરિત્રકુમાર રાસ રચ્યો. જેમાં ઉત્તમચરિત્રકુમારની કથા ગૂંથી છે. સંવત ૧૭૪૬માં ૩ર ઢાળ ૬૭૯ કડીમાં હરિબલમાછીનો રાસ રચ્યો. જેમાં હરિબલ માછીની કથા વર્ણવી છે. સંવત ૧૭૪૭માં યશોધર રાસ રચ્યો. જેમાં યશોધર કથા વર્ણવી છે. સંવત ૧૭૪૮માં ૪૧ ઢાળમાં મૃગાકલે ખા રાસ રચ્યો. જેમાં મૃગાંકલેખાના ચરિત્રનું વર્ણન છે. સંવત ૧૭૪૯માં ૩૯ ઢાળ ૮૫૦ કડીમાં અમરદત્ત મિત્રાનંદ રાસ રચ્યો. આમાં હસતા બાંધેલા કર્મો કેવી રીતે ભોગવવા પડે છે તે કથા દ્વારા બતાવ્યું છે. સંવત ૧૭૪૯માં ર૪ ઢાળ ૪૫૭ કડીમાં ઋષિદત્તા રાસ રચ્યો. સંવત ૧૭૪૯માં સુદર્શન શેઠ રાસ રચ્યો. સંવત ૧૭૫૧માં ૭૫૮ કડીમાં અજિતસેન કનકાવતી રાસ રચ્યો. આ ચરિત્રમાં તપનો મહિમા કથા દ્વારા ગૂંચ્યો છે. સંવત ૧૭૫૧માં ૧૪ર ઢાળ ૩૦૦૬ કડીમાં મહાબલ. મહાસુંદરી રાસ રચ્યો. સંવત ૧૭૫૧માં ર૬ ઢાળમાં ગુણકરંડ ગુણાવલી રાસ રચ્યો.
410