________________
કવિ રાજપાળે પરપ કડીમાં જંબૂકુમાર રાસ સંવત ૧૬૨૨માં રચ્યો. જેમાં જંબૂકુમારની કથા વર્ણવી છે.
રત્નસુંદરે રત્નવતીરાસ સંવત ૧૯૩૫માં ૪૦૩ કડીમાં રચ્યો. જેમાં રત્નવતીની કથા ગૂંથી છે.
જ્ઞાનદાસે સંવત ૧૯૨૩માં યશોધર રાસ રચ્યો. જેમાં યશોધર ચરિત્ર વર્ણવાયું છે. હરજીએ ભરડક બત્રીશીરાસ સંવત ૧૬૨૪માં રચ્યો.
કનક સોમે પર ગાથાનો જિનપાલ જિનરક્ષિત રાસ સંવત ૧૬૩૨માં રચ્યો. જેમાં જિનપાલ જિનરક્ષિતની કથા આલેખી છે.
કવિ ભવાને સંવત ૧૯૨૬માં ૪૮૩ કડીનો વંકચૂલરાસ રચ્યો. જેમાં વંકચૂલની કથા વર્ણવી છે.
મહેશ્વરસૂરિ શિષ્યએ સંવત ૧૬૩૦માં ૨૫૫ કડીનો ચંપકસેન રાસ રચ્યો. જેમાં ચંપકસેનની કથા ગૂંથી છે.
રત્નવિમલે ૧૪૮ કડીનો દામનક રાસ રચ્યો. તેમાં દામનગકુંવરની કથા ગૂંથી છે. જયનિધાને યશોધર રાસ સંવત ૧૬૪૩માં રચ્યો. જેમાં યશોધરની કથા ગૂંથી છે. સંવત ૧૯૬૫માં સુરપ્રિય ચરિત રાસ રચ્યો. જેમાં સુરપ્રિયની કથા વર્ણવી છે.
પુણ્યરત્નસૂરિએ સંવત ૧૬૩૭માં ૨૮૧ ગાથાની સનતકુમાર રાસ રચ્યો જેમાં સનતકુમારની કથા વર્ણવી છે. સંવત ૧૯૪૦માં ૭૨ કડીનાં સુધર્મા સ્વામી રાસ રચ્યો.
મંગલમાણેકે સંવત ૧૬૩૮માં વિક્રમરાજ અને ખાપરા ચોરનો રાસ રચ્યો. જેમાં વિક્રમરાજા અને ખાપરાચોરની કથા ગૂંથી છે.
હર્ષસાગરે સંવત ૧૬૩૮માં ૪૭૧ કડીનો ધનદકુમાર રાસ રચ્યો. જેમાં ધનદકુમારની કથા આલેખી છે.
દેવન્દ્રે સંવત ૧૬૩૮માં યશોધરચરિત્ર રાસ રચ્યો. જેમાં યશોધર ચારિત્ર ગૂંથી લીધું છે.
હરખજીએ સંવત ૧૯૩૯માં પુણ્યપાપ રાસ રચ્યો.
લાઇઆ ૠષિ શિષ્યએ સંવત ૧૯૪૦માં મહાબલ રાસ રચ્યો. જેમાં મહાબલની કથા ગૂંથી છે.
પદ્મસુંદર ઉપાધ્યાયે ૩૫૮ ગાથાનો શ્રીસાર રાસ સંવત ૧૯૪૦માં રચ્યો. તેમાં
401