________________
શ્રીસાર નરેશની કથા ગૂંથી છે. સંવત ૧૬૪૨માં ૧૩૮ ગાથાનો રત્નમાલા રાસ રચ્યો. જેમાં રત્નમાલાના શીલની કથા ગૂંથી છે.
સંવત ૧૬૪૨માં ૨૪૫ ગાથાનો શ્રીપાલ રાસ રચ્યો. સંવત ૧૬૪રમાં કથાચૂડ રાસ રચ્યો. કથાચૂડના નરેશના તપનું મહાત્મ્ય વર્ણવ્યું છે. ૨૭૨ ગાથાનો કનકરથ રાસ રચ્યો. જેમાં કનકથની કથા ગૂંથી છે.
હીરકુશલે સંવત ૧૬૪૦માં કુમારપાળ રાસ રચ્યો. જેમાં કુમારપાળની કથા વર્ણવી છે.
નગાૠષિએ સંવત ૧૬૪૯માં રામસીતા રાસ રચ્યો. જેમાં રામ અને સીતાની કથાને ગૂંથી છે.
વચ્છરાજે ૧૪૮૪ કડીનો સમ્યકત્વ કૌમુદી રાસ સંવત ૧૬૪૨માં રચ્યો. તેમાં સમકિત ગુણ કથા વર્ણવી છે. નીતિશાસ્ત્ર પંચાખ્યાન રાસ ૩૪૯૬ કડીમાં સંવત ૧૬૪૮માં રચ્યો.
સકલચંદ્ર ઉપાધ્યાયે સંવત ૧૬૪૩માં ૪૨૧ કડીનો મૃગાવતી રાસ રચ્યો. જેમાં મૃગાવતીની કથા ગૂંથી છે. ૬૧ ઢાલનો વાસુપૂજ્યજિન પુણ્યપ્રકાશ રાસ રચ્યો.
વિનયશેખરે રત્નકુમાર રાસ રચ્યો. જેમાં રત્નકુમારની કથા વર્ણવી છે.
ગુણવિનયે સંવત ૧૬૭૦માં જંબૂરાસ રચ્યો. જેમાં જંબૂની કથા આલેખી છે. ગુણવિનયે અંગડદત્ત રાસ રચ્યો. જેમાં અગડદત્ત કથા વર્ણવી છે.
નવિજયે સં.૧૭૯૦માં જંબૂસ્વામી રાસ રચ્યો. જેમાં જંબૂકથા ગૂંથી છે.
કુશલસાગરે ૬ર૪ કડીનો કુલજ રાસ સંવત ૧૬૪૪માં રચ્યો. જેમાં કુલધ્વજ કુમારની કથા ગૂંથી છે. સંવત ૧૬૫૭માં સનતકુમાર રાજર્ષિ રાસ રચ્યો.
મનજી ઋષિએ સં.૧૬૪૬માં વિજયદેવસૂરિાસ રચ્યો. જેમાં વિજયદેવસૂરિની કથા વર્ણવી છે.
હેમાણંદે સંવત ૧૯૫૪માં ૫ ખંડનો ૧૦૨૧ કડી વાળો ભોજ ચરિત્ર રાસ રચ્યો. જેમાં ભોજ ચરિત્ર વર્ણવાયું છે.
સૂજીએ સંવત ૧૬૪૮માં ૪૪ કડીનો શ્રી પૂજ્ય રત્નસિંહ રાસ રચ્યો. જેમાં રત્નસિંહની કથા ગૂંથી છે.
લબ્ધિકલ્લોલે સં.૧૬૪૯ માં ૨૦૮ કડીનો રિપુમર્દન રાસ રચ્યો. જેમાં રિપુમર્દનની કથા ગૂંથી છે.
402