________________
ગૂંથી છે.
કવિ હર્ષરાજે સંવત ૧૬૧૩માં સુરસેન રાસ રચ્યો. જેમાં સુરસેનની કથા વર્ણવી
વિનયસાગરે ચિત્રસેન પદ્માવતી રાસ રચ્યો. જેમાં ચિત્રસેન પદ્માવતીની કથા આલેખી છે.
બ્રહ્મમુનિ- વિનયદેવસૂરિએ સુદર્શન શેઠ રાસ રચ્યો. જેમાં સુદર્શન શેઠની કથા ગૂંથી છે. આ રાસ ૧૯૪૦માં રચાયો. ૮૩૯ ગાથાનો થયો. આ ઉપરાંત તેમણે ૩રપ કડીનો ભરતબાહુબલિરાસ સંવત ૧૯૩૪માં રચ્યો. જેમાં ભરતબાહુબલિની કથા ગૂંથી
છે.
કવિ નયસુંદરે સંવત ૧૯૩૭માં રૂપચંદકુંવર રાસ રચ્યો. જેમાં રૂપચંદકુંવરની કથા ગૂંથી છે.
સંવત ૧૯૪૦માં પ્રભાવતી રાસ (ઉદાયન) રચ્યો. સંવત ૧૬૪૬માં સુરસુંદરી રાસ રચાયો. જેમાં સુરસુંદરીની કથા ગૂંથી છે. સંવત ૧૬૬૫માં નલદમયંતી ચરિત્ર(નલાયનઉધ્ધાર રાસ) રચાયો. સં.૧૯૬૯માં વિજય શેઠ વિજયા શેઠાણીની કથાગર્ભિત શીલશિક્ષા રાસ રચાયો.
સોમવિમલસૂરિ શિષ્ય સંવત ૧૯૩૭માં ૪૦૨ કડીનો અમરદત્તમિત્રાનંદ રાસ રચ્યો. જેમાં અમરદત્ત મિત્રાનંદની કથાને ગૂંથી છે.
જયસારે સંવત ૧૬૧૯માં રૂપસેન રાસ રચ્યો. જેમાં રૂપસેન કથા ગૂંથી છે.
આણંદસોમે સંવત ૧૬૧૯માં ૧૫૬ કડીનો સોમવિમલસૂરિ રાસ રચ્યો. જેમાં સોમવિમલસૂરિની કથાને ગૂંથી છે.
મલ્લિદાસે ૩૦ ઢાળનો જંબુસ્વામી રાસ સંવત ૧૬૧૯માં રચ્યો. જેમાં જબૂસ્વામીના જીવનની ગાથા ગૂંથી છે.
કમલસોમે ર૦ કડીનો બારવ્રતરાસ સંવત ૧૯૨૦માં રચાયો.
ભીમ ભાવસારે સંવત ૧૯૨૧માં શ્રેણિકરાસ રચ્યો. જેમાં શ્રેણિકની કથા વર્ણવી છે. ર૦૧ કડીનો નાગલકુમાર- નાગદત્તનો રાસ સંવત ૧૬૩ર માં રચ્યો. જેમાં નાગલકુમાર-નાગદત્તની કથા આલેખી છે.
સમયસુંદરે ૪૧૧ કડીમાં સ્યુલિભદ્ર રાસ સંવત ૧૬રરમાં રચ્યો. જેમાં સ્યુલિભદ્રની કથા ગૂંથી છે.
400