________________
ભરત બાહુબલિની કથા અને કવિ મંડિલકે પેથડશાહ શ્રાવક(મંત્રીની) કથાને રાસામાં ગૂંથી છે.
૧૬મી સદી
સાધુ મેરુએ સં ૧૫૦૧માં ૬૦૮ કડીનો પુણ્યસાર રાસ રચ્યો, જેમાં પુણ્યસારની કથા વર્ણવી છે.
શુભશીલ ગણિએ સં.૧૫૦૯માં પ્રસેનજિત રાસ રચ્યો, જેમાં પ્રસેનજિતની કથા વર્ણવી છે.
૧૬મી સદીમાં જિનદાસે ૧૨૮ ગાથાનો પુષ્પાંજલિ રાસ રચ્યો. જેમાં
મંગલાવતીના વ્રજસેન અને એની પત્ની જયાવતીની કથા છે.
રત્નસિંહસૂરિ શિષ્ય સં.૧૫૦૯મા ૩૪૫ કડીનો રત્નચૂડ-મણિચૂડ રાસ રચ્યો. તેમ જંબુસ્વામી રાસ સં.૧૫૧૬માં રચ્યો. તે ૧૧૨ કડીનો છે, જેમાં જંબૂસ્વામીની કથા છે. જેમાં રત્નચૂડ મણિચૂડ કથા આલેખી છે.
ઋષિવર્ધનસૂરિએ સં.૧૫૧૨માં નળદમયંતી રાસની રચના કરી, આ રાસ ૩૩૧ કડીમાં રચાયો છે જેમાં નળદમયંતીની કથા છે.
મતિશેખરે સં.૧૫૧૪માં ધન્ના રાસ રચ્યો. જેમાં ધન્નાના ચરિત્રનું વર્ણન છે. કુરુગડુ (કૂરઘટ) ઋષિ રાસ રચ્યો. જેમાં કુરુગડુ મુનિની કથા ગૂંથી છે.
સંવત ૧૫૩૭માં મચણરેહા સતી ઉપર ૩૬૦ કડીનો રાસ રચ્યો. જેમાં મયણરેહા સતીના શીલને વર્ણવ્યું છે.
જિનવર્ધને સં.૧૫૧૫ની આસપાસ ધન્નારાસ રચ્યો. જેમાં ધન્નાની કથા આલેખી છે.
લક્ષ્મીસાગર (સૂરિ?)એ ૫૮ કડીનો વસ્તુપાલ તેજપાલ રાસ રચ્યો.
(બ્રહ્મ)જિનદાસે સંવત ૧૫૨૦માં હિરવંશ રાસ, શ્રેણિક રાસ જેમાં શ્રેણિક કથા આલેખી છે, યશોધર રાસ જેમાં યશોધર કથા આલેખી છે, આદિનાથ રાસ જેમાં આદિનાથ કથા આલેખી છે, કરકંડુરાસ (પૂજાલ પર), હનુમંત રાસ, સમકીત રાસ, સાસરવાસો રાસની રચના કરી.
સોમચંદ્રે સં.૧૫૨૦ની આસપાસ કામદેવ રાસ રચ્યો. ૩૧૪ કડીમાં આ રાસ રચાયો છે. સુદર્શનરાસ પણ તેમણે રચ્યો. જેમાં સુદર્શનની કથાને સરસ રીતે ગૂંથી છે.
394