________________
કવિ દેપાલે અભયકુમાર શ્રેણિક રાસ, જાવડ ભાવડરાસ, પાર્શ્વનાથ જીરાઉલારાસની રચના કરી. જેમાં અભયકુમાર શ્રેણિકની કથા ગૂંથી છે. જાવડભાડની કથા વર્ણવી છે.
જ્ઞાનસાગરે સિધ્ધચક્ર રાસ અથવા શ્રીપાળ રાસમાં શ્રીપાળની કથાનું વર્ણન કરતા ૭૬ કડીમાં રાસ રચ્યો. તેની રચના કાળ સં.૧પ૩૧ છે.
વચ્છ-વાછો(શ્રાવક)એ સં.૧૫ર૩માં મૃગાંકલેખા રાસ રચ્યો જેમાં મૃગાંકલેખાની કથા ગૂંથી છે.
કક્કસૂરિ શિષ્ય ૩૭૫ ગાથાનો કુલધ્વજકુમાર રાસ રચ્યો. જેમાં કુલધ્વજકુમારની કથા ગૂંથી છે.
દેવકીર્તિએ સં.૧૫૩૧માં ધન્નાશાલિભદ્રરાસ દ્વારા ધન્નાશાલિભદ્ર જીવનગાથા ગૂંથી લીધી છે.
દેવપ્રભગણિએ કુમારપાલ રાસ રચ્યો. જેમાં કુમારપાળની કથા વર્ણવી છે.
લાવણ્યસમયે સંવત ૧૫૬૭માં ૨૦૦ કડીનો સુરપ્રિય કેવલી રાસ રચ્યો. જેમાં, સુરપ્રિય કેવલી ચરિત્રનું વર્ણન કર્યુ છે.
સંવત ૧૫૮૯માં બલિભદ્ર યશોભદ્ર રાસ રચ્યો. જેમાં બલિભદ્ર યશોભદ્રની જીવન ગાથા ગૂંથી છે.
યશોભદ્રસૂરિએ વચ્છરાજ દેવરાજ રાસ છ ખંડમાં રચ્યો. સંવત ૧૫૭પમાં જેમાં વચ્છરાજ દેવરાજ કથા ગૂંથી છે.
ઉદયધર્મએ સં૧૫૪૩માં ૧૧૮૫ કડીનો મલયસુંદરી રાસ રચ્યો. જેમાં મલયસુંદરી કથા વર્ણવી છે.
શાંતિસૂરિએ સં.૧૫૧૭-૧૯ આસપાસ ૧૩૭ ગાથાના સાગરદત્ત રાસની રચના કરી દાનનું મહત્ત્વ બતાવ્યું છે.
કલ્યાણતિલકે ૬૫ ગાથાનો ધન્નારાસ રચ્યો. જેમાં ધન્નાની કથા ગૂંથી છે.
જિનસાધુસૂરિ એ સં.૧૫૫૦ની આસપાસ ભરત બાહુબલિ રાસમાં ભારતબાહુબલિની કથાને ગૂંથી છે. ૩૨૩ કડીનો આ રાસ છે.
ક્ષમાકલશે સં.૧૫૫૧માં ૧૯૧ કડીમાં સુંદર રાજા રાસ રચ્યો. શીલનું મહત્ત્વ બતાવતો લલિતાંગકુમાર રાસ સં.૧૫૫૩માં રચ્યો. જેમાં લલિતાંગ કુમારની કથા વર્ણવી છે.
395