________________
૧૪મી સદી અભયતિલક સં.૧૩૦૭માં મહાવીર રાસની રચના કરી છે. જેમાં મહાવીર ચરિત્ર ગૂંથી લીધું છે.
વસ્તિગે વીસવિહરમાન રાસની રચના સં.૧૩૬૮માં કરી, જેમાં વીસવિહરમાનની કથા આલેખી છે.
અમ્મદેવસૂરિએ સં.૧૩૭૧માં અમરસિંહરાસની રચના કરી. જેમાં અમરસિંહની કથા વર્ણવી છે.
૧૨મીથી ૧૪મી સદી સુધીમાં જે રાસ રચાયા તેમાં શાલિભદ્રસૂરિએ ભરત બાહુબલિકથા, વિજયસેનસૂરિએ નેમિનાથ કથા, પાલ્હણે નેમિનાથ કથા, વિનયપ્રત્યે ગૌતમસ્વામી કથા, સાધુ હંસે શાલિભદ્ર કથા, હીરાનંદ સૂરિએ વસ્તુપાલ તેજપાલ કથા, મંડણે શ્રીપાળ રાજાની કથા, મંડલિકે પેથડશાહની કથા, ચંપ નામના કવિએ નળદમયંતીની કથા, અભયતિલકે મહાવીરરાસ કથા, વસ્તિગે વીસવિહરમાન કથા, અમ્મદેવસૂરિએ અમરસિંહ કથા રાસાઓમાં ગૂંથી છે.
૧પમી સદી શાલિભદ્રસૂરિએ સં.૧૪૧૦માં પાંચ પાંડવ રાસની રચના કરી જેમાં પાંચ પાંડવની જીવનને આલેખ્યું છે.
જયતિલકસૂરિ શિષ્ય ૧૫મી સદીમાં ર૧ ગાથાના નેમિનાથ રાસની રચના કરી. જયસાગર ઉપાધ્યાયે સં.૧૫૦૩માં વરસ્વામી ગુરુરાસ સં.૧૪૮૯માં રચ્યો. સકારોએ પંદરમી સદીમાં નેમિચરિત રાસ રચ્યો. જેની ૨૮ ગાથા છે. સુંદરસૂરિ શિષ્ય સં.૧૫૧૩ પહેલા વિમલમંત્રી રાસ રચ્યો.
સાધુ કીર્તિ કવિએ વિક્રમચરિત્રકુમાર રાસ તેમજ મત્સ્યોદર કુમાર રાસની રચના સં.૧૪૯૯માં કરી, જેમાં વિક્રમરાજાની કથા ગૂંથી છે.
તેજવર્ધને ભરત બાહુબલિ રાસ રચ્યો, જેમાં ભરત બાહુબલિની કથા ગૂંથી છે. મંડલિકે પેથડરાસમાં ૧૩મા સૈકામાં થયેલ પેથડશાહની કથા વર્ણવી છે.
પંદરમી સદીમાં રચાયેલા રાસાઓને જોતાં શાલિભદ્રસૂરિએ મહાભારતના પાંચ પાંડવોની કથા, જયતિલકસૂરિએ રરમા તીર્થંકર નેમિનાથની આદિની કથા, સાધુ કીર્તિએ ઋષભદેવના પુત્રોને સમયની પ્રખ્યાત વિક્રમરાજાની કથા, તે જ વધીને
393