________________
ચંદ્રાવતંસક રાજાનું ચરિત્ર
સાકેતપુર નગરમાં ચંદ્રાવસંતક નામનો રાજા હતો. તેને સુદર્શના નામે રાણી હતી. તે રાજા પરમ-શ્રેષ્ઠ શ્રાવક હતો અને સમક્તિ મૂળ શ્રાવકના બાર વ્રતો સારી રીતે પાળતો રાજ્ય કરતો હતો. એક દિવસ સભા વિસર્જન કરી અંતઃપુરમાં જઈ સામાયિક કરી કાઉસગ્ગ ધ્યાનમાં અભિગ્રહ ધારી સ્થિર રહ્યો કે-“જ્યાં સુધી આ દીવો બળે ત્યાં સુધી મારે કાઉસગ્ગ મુદ્રાથી અહીં સ્થિર રહેવું.” એ પ્રમાણે પહેલો પહોર ગયો.
પછી દીવાને ઝાંખો પડેલો જોઈ રાજાના નિયમને નહિ જાણતી દાસીએ તેલ પૂર્યું. એ પ્રમાણે બીજો પહોર ગયો એટલે ફરીને તેલ પૂર્યુ. એ પ્રમાણે તેલ પૂરવાથી ચાર પહોર સુધી અખંડ દીવો બળ્યો અને અખંડ અભિગ્રહવાળા રાજાએ પણ સવારમાં દીવો ઓલવાયા પછી કાઉસગ્ગ પાર્યો. પરંતુ રાજા ઘણો કોમળ હોવાથી ચાર પહોર સુધી એક જગ્યાએ સ્થિર રહેવાને લીધે ઘણી વેદના-પીડા અનુભવી. વિશુદ્ધ ધ્યાન વડે કાળ કરી દેવલોકમાં ઉત્પન્ન થયો.
એ પ્રમાણે બીજા મનુષ્યોએ પણ લીધેલા નિયમના પાલનમાં દઢતા રાખવી. એવો આ કથાનો ઉપદેશ છે.
દેઢપ્રહારીનું ચરિત્ર માકંદી નામની મોટી નગરીમાં સમુદ્રદત્ત નામે એક બ્રાહ્મણ વસતો હતો. તેને સમુદ્રદત્તા નામે સ્ત્રી-પત્ની હતી. એક દિવસ તેણે એક પુત્રને જન્મ આપ્યો. તે હંમેશા વધતો-વધતો સેંકડો અન્યાય કરે છે. યુવાવસ્થા પ્રાપ્ત થતા તે લોકોને મારે છે. ખોટું બોલે છે. ચોરી કરે છે. પરસ્ત્રી સમાગમ કરે છે. ભક્ષ્યાભઢ્ય- શું ખાવું- શુ ન ખાવું તેના વિવેકને જાણતો નથી. કોઈની શિખામણ માનતો નથી. માતા-પિતાની અવજ્ઞા-અવગણના-તિરસ્કાર કરે છે. એ પ્રમાણે મહા અન્યાયના આચરણમાં ચતુર એવો તે શહેરમાં ભમ્યા કરે છે.
એક દિવસ રાજાએ તેના વિષે હકીકત સાંભળી કે આ અયોગ્ય છે, એમ જાણી દુર્ગપાળને બોલાવીને કહ્યું કે- વિરસ વાંજિત્રો વગાડતા આ અધમ બ્રાહ્મણને શહેરની બહાર કાઢી મૂકો. લોકોએ પણ તે બાબતમાં અનુમોદન આપ્યું.
દુર્ગપાળે તે પ્રમાણે કર્યું. તે બ્રાહ્મણ પણ મનમાં દ્વેષ રાખી નગરમાંથી નીકળી
389