________________
ભીલની પલ્લીમાં ગયો. ત્યાં તે ભીલપતિને મળ્યો. ભીલપતિએ પણ ‘અમારા કામમાં આ કુશળ છે.’ એવું લક્ષણોથી જાણી તેને પોતાના પુત્ર તરીકે સ્થાપિત કર્યો અને પોતાના ઘરની બધી સંપત્તિ તેને સ્વાધીન કરી. તે કુમારપણે વિચરે છે-ફરે છે. ત્યાં રહેતો તે ઘણા જીવોને નિર્દયપણે મારે છે. તેથી લોકમાં ઢઢપ્રહારી એ નામથી તે પ્રસિદ્ધ થયો.
એક દિવસ તે મોટું ધાડું કઇને કુશસ્થલ નગર લૂંટવા ગયો. તે વખતે તે નગરમાં દેવશર્મા નામનો એક દરિદ્ર-ગરીબ બ્રાહ્મણ વસતો-રહેતો હતો. તે દિવસે તેણે ઘણા મનોરથપૂર્વક પોતાના ઘરે ખીરનું ભોજન રંધાવ્યું બનાવરાવ્યું હતું અને પોતે સ્નાનન્હાવાને માટે નદીએ ગયો. તે અવસરે કોઇ એક ચોરે તે બ્રાહ્મણના ઘરમાં દાખલ થઇ તે ખીરનું ભાજન-વાસણ ઉપાડ્યું. તે જોઇને રડતા-રડતા તે બ્રાહ્મણના બાળકોએ નદીએ જઇને તેમના પિતાને તે કહ્યું. ક્ષુધાતુર-ભૂખથી પીડાયેલો તે બ્રાહ્મણ પણ જલદી ઘેર આવી ક્રોધિત થઇને મોટી ભોગળ-સાંકળ લઇ મારવાને માટે તે ચોર પાસે આવ્યો. બંને પરસ્પર લડવા લાગ્યા. તે વખતે પેલા ઢઢપ્રહારીએ આવીને ખડ્ગથી બ્રાહ્મણને મારી નાખ્યો. તેને ભૂમિ ઉપર પડેલો જોઇને ક્રોધના આવેશથી પરવશ બનેલી પોતાનું પૂછડું ઊંચું કરી તે બ્રાહ્મણના ઘરની ગાય તે દેઢપ્રહારીને મારવાને માટે દોડી. પરંતુ ઢઢપ્રહારીએ ભયંકર પરિણામપૂર્વક તે ગાયને પણ મારી નાંખી. તે વખતે પોતાના પતિને મરેલો જોઇને આંસું પાડતી વિલાપ કરતી અને ગાઢ સ્વરે આક્રોશ કરતી તે બ્રાહ્મણની સગર્ભા સ્ત્રી પણ ત્યાં આવી. તેને પણ તે દૅપ્રહારીએ મારી નાંખી. તેના પેટ ઉપર પ્રહાર કરવાથી-મારવાથી તેની કુક્ષિમાં રહેલો ગર્ભ નીકળીને પૃથ્વી ઉપર પડ્યો. તે ગર્ભને ભૂમિ ઉપર તરફડતો જોઇને તે નિર્દય દયા વગરનો હતો, છતાં તેના મનમાં દયા ઉત્પન્ન થઇ.
તે વિચારવા લાગ્યો કે-“અરેરે! અતિ અધમ-હલકું, નીચકર્મ કરનાર મને ધિક્કાર છે! મેં નિષ્કારણ-વગર પ્રયોજન વિના આ અનાથ અને ગર્ભવતી અબળા-સ્ત્રીને મારી નાખી. તેથી મારી કેવી ગતિ થશે?
આ પ્રમાણે વિચારી વ્યગ્ર મને-ચિંતિત મને નગરમાંથી બહાર નીકળી વનમાં ગયો. ત્યાં તેણે એક સાધુ મહારાજને જોયા. તેમના પગમાં પડી અને પોતાના પાપનું સ્વરૂપ જણાવ્યું અને કહ્યું કે- હે ભગવાન! આ હત્યાઓના પાપમાંથી હું કેવી રીતે મુક્ત થાઉં તે કહો. સાધુએ કહ્યું કે ‘શુધ્ધ ચારિત્ર ધર્મને આરાધ્યા સિવાય તું તે પાપથી મુકાઇશ નહિ.’ તે સાધુના વચનથી વૈરાગ્ય પામીને તેણે ચારિત્ર ગ્રહણ કર્યું.
390