SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રમાણે દરરોજ ઉપાલંભ આપતા તથા પુત્રના વિયોગથી રુદન કરતા-રડતા મરૂદેવી માતાના નેત્રમાં આખોમાં પડલ આવ્યા. આવી રીતે એક હજાર વર્ષ પસાર થયા. ત્યારે શ્રી રૂષભદેવ સ્વામીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું તે વખતે ચોસઠ ઇન્દ્રોએ આવીને સમવસરણ રચ્યું. વનપાલકે ભરત રાજાને તેની વધામણી આપી. તે જાણીને ભરત રાજા મરૂદેવી માતા પાસે આવીને વૃત્તાંત કહીને બોલ્યા કે-હે માતા! તમે મને હંમેશા ઉપાલંભ આપતા હતા કે મારો પુત્ર ટાઢ-તડકા વગેરે દુ:ખોને સહન કરે છે અને એકલો જ વનમાં વિચરે છે, તો આજે મારી સાથે તમે ચાલો એટલે તમારા પુત્રનો વૈભવ હું તમને બતાવું. તે વચન સાંભળીને પુત્ર દર્શન માટે અતિ ઉત્સુક થયેલા મરૂદેવી માતાને હાથીના સ્કંધ ઉપર બેસાડીને ભરત મહારાજા સમવસરણ તરફ આવ્યા. સમવસરણ નજીક પહોંચતા દેવદુંદુભિનો શબ્દ સાંભળીને મરૂદેવી માતાને હર્ષ થયો અને દેવ તથા દેવીઓના જય-જય શબ્દો સાંભળીને તેમની રોમરાજી વિકસ્વર થઇ-રોમાંચ ખડા થયા. આખોમાં આંસુ આવ્યા. તેથી તરત જ તેમના નેત્ર પડળ ઉઘડી ગયા. એટલે સમવસરણનાં ત્રણ પ્રકાર, અશોકવૃક્ષ તથા છત્ર ચામરાધિક સર્વ તેમણે પ્રત્યક્ષ જોયું. પછી ઉપમારહિત એવી પ્રાતિહાર્યની સમૃદ્ધિ જોઇને માતા મનમાં વિચાર કરવા લાગ્યા કે-“અહો! આ સંસારને ધિક્કાર છે. અને મોહને પણ ધિક્કાર છે. કેમકે હું એમ જાણતી હતી કે મારો પુત્ર એકલો વનમાં ભૂખ્યો-તરસ્યો ભટકતો હશે. પરંતુ આ તો આટલી બધી સમૃધ્ધિ પામ્યો છે. તે છતાં પણ તેણે મને કોઈ વખત સંદેશો-સમાચાર સરખા પણ મોકલ્યા નહિ અને હું તો તેના પ્રત્યેના મોહને લીધે હંમેશા દુઃખી થઈ. તો કૃત્રિમ અને એક તરફી સ્નેહને ધિક્કાર છે! પુત્ર કોણ અને માતા પણ કોણ? આ સર્વ દુનિયા સ્વાર્થની જ સગી છે. વાસ્તવિક કોઈ કોઈને વહાલું નથી. એમ ભાવના ભાવતાં કેવળજ્ઞાન પામી તુરત મોક્ષે ગયાં. આ મરૂદેવી માતા પહેલા સિધ્ધ થયા એમ કહીને દેવોએ તેમનો દેહ ક્ષીરસાગરમાં નાંખ્યો. આ દૃષ્ટાંત લઈને કેટલાક માણસો એમ કહે છે કે- ત૫, સંયમ વગેરે અનુષ્ઠાન કર્યા વિના જેમ મરૂદેવી માતા સિધ્ધિપદ પામ્યા, તેમ અમે પણ મોક્ષ પામીશું. એવું આલંબન ગ્રહણ કરે છે. પણ વિવેકી પુરુષોએ તેવું આલંબન ગ્રહણ કરવા લાયક નથી. શબ્દાર્થ - કેટલાંક પુરુષો, કોઈક વખત કાંઇક વસ્તુ જોઈને, કોઈક સ્થાને, આવરણકારી કર્મના ક્ષયપક્ષમ રૂપ લબ્ધિ વડે, કોઇક વૃધ્ધ વૃષભ (બળ૬) વગેરે વસ્તુ જોવા રૂ૫ નિમિત્ત વડે પ્રત્યેક બુધ્ધપણે સમ્યકુદર્શન ચારિત્રાદિકનો લાભ પ્રાપ્ત કરે છે તે આશ્ચર્યભૂત છે. તેવા દૃષ્ટાંતો થોડાંક જ હોય છે. માટે તેનું આલંબન પણ ગ્રહણ કરવા યોગ્ય નથી! 388
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy