________________
(૫) પાંડવ ચરિત્ર:- આ ગ્રંથ શુભવર્ધન ગણિ દ્વારા રચાયેલ છે. તેને હરિવંશ પુરાણ પણ કહે છે.
સં.૧૬પ૭ કથા રત્નાકર
આ કથા રત્નાકર ૧૦ તરંગોમાં વિભક્ત છે. તેમાં કુલ મળીને રપ૮ કથાઓ છે. આમાંથી ઘણી કથાઓ સંસ્કૃત ગદ્યમાં લખાઈ છે. આ કૃતિમાં રામાયણ, મહાભારત વગેરે વિશાળ ગ્રંથો અને ભર્તુહરિ શતક, પંચતંત્ર વગેરે નીતિ ગ્રંથોમાંથી સુપરિચિત કેટલાંક ઉધ્ધરણો લેવામાં આવ્યા છે. તેમાં શુંગારથી લઈ વૈરાગ્ય સુધીના વિચારો અને ભાવોનો સમાવેશ થાય છે. પંચતંત્રની જેમ જ કથાઓની વચ્ચે વચ્ચે અનેક સદુક્તિઓ ફેલાયેલી પડી છે. કૃતિનો મોટો ભાગ એક દષ્ટિએ ભારતીય જ છે. જેને કથા ગ્રંથોમાં સામાન્ય રીતે આવતાં નામો ઉપરાંત આમાં ભોજ, વિક્રમ, કાલિદાસ, શ્રેણિક વગેરેના ઉપાખ્યાન આપવામાં આવ્યાં છે. ટૂંકમાં આનો વિષય શિક્ષાપ્રદ અને મનોરંજક બને છે. કર્તા અને રચનાકાળ :- આ કૃતિના કર્તા હેમવિજય ગણિ છે. તે તપાગચ્છના કલ્યાણવિજય ગણિના શિષ્ય હતા. આ કૃતિની રચના સં.૧૬૫૭માં કરવામાં આવી
૧૭મી સદી તરંગવતી
સં.૧૬૪૪ પાદલિપ્તાચાર્યનું નામ જૈન સાહિત્યમાં સુપ્રસિધ્ધ છે. પ્રભાવક ચરિત્ર, પ્રબંધચિંતામણિ આદિ અનેક ગ્રંથોમાં એમના સંબંધમાં કેટલુંયે લખેલું મળી આવે છે. પાલીતાણા (પાદલિપ્તપુર) એ જ આચાર્યના નામનું અતિ પ્રાચીન સ્મરણ સ્થાન છે. એમ ઘણી જૂની જેને માન્યતા છે.
તરંગવતી મૂળ પ્રાકૃતમાં લખાયેલ છે. એ કાળે આ કથા સહદય વિદ્વાનોના સુકુમાર મનને ગંગાના કિલ્લોલની માફક નચાવ્યા કરતી હતી. (એ સૈકાઓ જ્યારે ભારતીય સર્વશ્રેષ્ઠ ગદ્ય-કાવ્ય કથા કાદંબરીના કર્તા બાણભટ્ટનો જન્મયે થયો નહતો.)
જૈન આગમ સાહિત્યના દ્વિતીય યુગના મૂળ સૂત્રધાર વિદ્યમાન વાડ્મયને અમર સ્વરૂપ આપનાર યુગપ્રવર જિનભદ્રગણિ ક્ષમાક્ષમણે પોતાના આવશ્યક મહાભાષ્યમાં
375