________________
તરંગવતીનો નામ નિર્દેશ કર્યો છે.
તેનુ પુનરૂચ્ચારણ આચાર્યવર્ય શ્રી હરિભદ્રે પોતાની આવશ્યક ટીકામાં કર્યું છે.
પાદલિપ્તાચાર્યની મૂળ કૃતિ આજે કયાંય ઉપલબ્ધ નથી. ઘણા જૂના ભંડારોમાં અને તેવી જૂની ટીપોમાં પણ આ કથાનો ઉલ્લેખ મળી આવતો નથી. આથી જણાય છે કે મૂળકથા ઘણા જૂના સમયમાં નષ્ટપ્રાય થયેલી હોવી જોઇએ.
જે કૃતિને આધારે પ્રસ્તુત અનુવાદ તૈયાર કરવામાં આવેલો છે તે વાત ગ્રંથની શરૂઆતમાં જ ગ્રંથકારે પૂર્વ કથનરૂપે કહી છે. આખો ગ્રંથ પ્રાયઃ વિ.સંવત ૧૬૪૪ પ્રાકૃત આર્યામાં રચેલો છે. મૂળ કથા ગદ્યપદ્ય ઉભયમાં હશે એમ જણાય છે તેની ભાષા પ્રાચીન અપભ્રંશ હશે. ઉપર જે મૂળકથાની પ્રશંસા જણાવનારા પદ્યો ટાંકેલાં છે તે ઉપરથી તેનું મહત્વ સહેજે જાણી શકાય તેમ છે. વિદ્વાન સંશોધકો અને મુનિઓ આ બાબત લક્ષ્ય રાખે અને જૂના પુરાણા ભંડારોમાંથી જો મૂળ ગ્રંથ મળી આવે તો જૈન કથા સાહિત્યની કીર્તિ દિગંત પર્યત ઝળકી ઉઠે તેમ છે.
આ ગ્રંથની એક મૂળ પ્રતિ, અમદાવાદમાં ચંચળબાઈના ભંડાર તરફથી અને એક બીજી પ્રત પાલીતાણાના આણંદજી કલ્યાણજીના ભંડારમાંથી મળેલ છે. આમાંની એક પ્રતિ જર્મનીના પ્રસિધ્ધ વિદ્વાન પ્રો.યાકોબીને, કેશવલાલ પ્રે.મોદીએ મોકલેલી અને તેમણે તે પ્રતિ પોતાના મિત્ર ડૉ.લૉયમાનને આપી. ડૉ.લૉયમાનને એ ગ્રંથ અતિશય રસદાયક જાણી આખા ગ્રંથનો જર્મન ભાષામાં અનુવાદ કરી પ્રસિધ્ધ કર્યો.
ડૉ.લોયમેનનો એ અનુવાદ ઘણો સરસ અને કાવ્યભરી ભાષામાં થયેલો હોવાથી તેમજ મૂળ કથાની વસ્તુ પણ એક ભાવપૂર્ણ ભારતીય આદર્શ હોવાથી યુરોપમાં તેના તરફ લક્ષ્મ ખેંચાયું છે. બીજી યુરોપીય ભાષામાં પણ તેના ભાષાંતરો થવા લાગ્યા છે.
એ જર્મન અનુવાદ ઉપરથી એનું આ ગુજરાતી ભાષાંતર શ્રીયુત નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલે તૈયાર કરી સાહિત્ય પ્રેમી શ્રી જિનવિજયજી પાસે શોધાવ્યું છે.
પ્રો.લૉયમેન પોતાની જર્મન પ્રસ્તાવનામાં લખે છે-“હું આ જે કથા રજુ કરું છું તે ખરેખર એક નવીન કથા છે. કારણકે ભારતવાસીઓ સિવાય બહારના કોઇએ અદ્યાપિ એ વાંચી નથી અને જે ભારતમાં એકવાર એ લોકપ્રિય થઈ પડી હતી, ખુદ તે ભારતમાં પણ અત્યારે એને કોઈ જાણતું નથી. આ કથા પ્રાચીન ભારતનું દાન છે. પણ વાંચીને વાચક એને કયા કાળમાં મૂકશે એ હું ચોક્કસ રીતે જાણતો નથી. ટૂંકમાં એટલું જ કહેવાનું કે એમાં વર્ણવેલા ધાર્મિક સિંધ્ધાંતો બૌધ્ધકાળમાં પ્રગટ થયા છે. તેથી કથા ક્રાઈસ્ટના પછીના કાળમાં એટલે કે બીજી કે ત્રીજી સદીમાં લખાઈ હોવી જોઇએ. કાળ નિર્ણય ચોક્કસ રીતે વાચક જાણશે ત્યારે વખતે ફરીવાર એનો ભ્રમ ઉડી
376