________________
(૧) પ્રદ્યુમ્ન ચરિત મહાસેનાચાર્ય
૧૧મી સદી (૨) પ્રદ્યુમ્ન ચરિત ભટ્ટારક સકલકીર્તિ
૧૫મી સદી (૩) પ્રદ્યુમ્ન ચરિત ભટ્ટારક સોમકીર્તિ
સં-૧પ૩૦ (૪) શામ્બપ્રદ્યુમ્ન ચરિત રવિસાગરગણિ
સં.૧૬૪પ (૫) પ્રદ્યુમ્ન ચરિત શુભચન્દ્ર
૧૭મી સદી (૬) પ્રદ્યુમ્ન ચરિત રત્નચન્દ્ર
સં.૧૯૭૧ (૭) પ્રદ્યુમ્ન ચરિત ભટ્ટા મલ્લિભૂષણ
૧૭મી સદી (૮) પ્રદ્યુમ્ન ચરિત ભટ્ટા.વાદિચન્દ્ર
૧૭મી સદી (૯) પ્રદ્યુમ્ન ચરિત ભટ્ટારક ભોગકીર્તિ
અજ્ઞાત સમય (૧૦) પ્રદ્યુમ્ન ચરિત જિનેશ્વરસૂરિ
અજ્ઞાત સમય (૧૧) પ્રદ્યુમ્ન ચરિત યશોધર
અજ્ઞાત સમય ૧૭મી સદી પાંડવપુરાણ
સંવત ૧૬૦૮ પાંડવપુરાણ - આ ગ્રંથમાં પાંડવોની રોચક કથાનું આલેખન કરવામાં આવ્યું છે. તેમાં રપ પ છે. તેની શ્લોક સંખ્યા ૬૦૦૦ છે. આ પુરાણની રચનામાં ગ્રંથકર્તાએ જિનસેનના હરિવંશ પુરાણ વગેરે અને ઉત્તરપુરાણ તથા શ્વેતાંબર રચના દેવપ્રભસૂરિ ફત પાંડવ ચરિતનો પર્યાપ્ત ઉપયોગ કર્યો છે. આ ગ્રંથ જૈન મહાભારત પણ કહેવાય છે. ગ્રંથ રચના સરલ સંસ્કૃતમાં છે. આ ગ્રંથના કર્તા ભટ્ટારક શુભચંદ્ર છે. વિ.સં.૧૬૦૮ ભાદ્રપદ દ્વિતીયાના દિને આ પાંડવ પુરાણની રચના કરી છે.* (૨) પાંડવ પુરાણઃ- આ પાંડવ પુરાણના કર્તા ભટ્ટારક વાદિચન્દ્ર હતા. ૧૮ સર્ગમાં આ ગ્રંથ રચાયો છે. આ ગ્રંથની રચના સં.૧૬પ૪માં નોધકનગરમાં થઈ હતી. (૩) પાંડવ પુરાણ:- આ જિનસેન, સકલકીર્તિ અને અન્ય ગ્રંથ કર્તાઓની રચાયેલી સંસ્કૃત પદ્યાત્મક કૃતિ છે. જેના કર્તા કોઠાસંઘીય નન્દીતર ગચ્છના ભટ્ટારક શ્રીભુષણ છે. આ કૃતિની રચના કાળ વિ.સં.૧૬૫૭ પોષ સુદ ત્રીજ રવિવાર છે. આ ગ્રંથની રચના સુરતમાં થઈ છે. (૪) પાંડવ ચરિત્ર:- આ ગ્રંથ દેવપ્રભસૂરિ કૃત પાંડવ ચરિત્રનું સરળ સંસ્કૃતમાં રૂપાંતરણ છે. તેમાં ૧૮ સર્ગ છે. આ ગ્રંથના કર્તા દેવવિજય ગણિ છે. આ ગ્રંથ સં.૧૯૬૦માં રચાયો તેનું સંશોધન શાંતિચંદ્રના શિષ્ય રત્નચંદ્ર કર્યું હતું.
374