________________
પાંચમાં પ્રસ્તાવમાંઃ
ક્રોધ ઉપર સિંહ-વ્યાઘ્ર કથા (પા-૪૪૯) માન ઉપર ગોધન કથા (પા-૪૫૫) માયા ઉપર નાગિની કથા (પા-૪૬૧) લોભ ઉપર સાગરશ્રેષ્ઠીની કથા (પા-૪૭૦) વિક્રમાદિત્ય કથા (પા-૪૯૬) સ્થૂલિભદ્ર કથા (પા-૫૦૩) નમસ્કાર માટે નંદન કથા (પા-૫૨૪) દશાર્ણભદ્રનૃપ કથા (પા-૫૩૬) કુમારપાલ નૃપ વર્ણન (પા-૫૪૧)
આમ, આ ગ્રંથ હેમચંદ્રસૂરિ અને કુમારપાળના જીવન ચરિત્રને રજૂ કરતો મહત્ત્વ પૂર્ણ ગ્રંથ છે.
વિ.સં.૧૨૫૨ અમમસ્વામી ચરિત
આ કૃતિમાં ર૦ સર્ગોમાં ભાવિ તીર્થંકર અમમસ્વામીનું ચરિત નિરૂપવામાં આવ્યું છે. તેમાં દસ હજારથી વધુ શ્લોક છે. તેમાં શ્રી કૃષ્ણનો જીવ આવનારી ઉત્સર્પિણીના ચોથા આરામાં અમમ નામના તીર્થંકર બનવાનો છે એની કથા છે. પ્રથમ છ સર્ગમાં, જીવદયા ઉપર દામન્ન કથા, તેની શિથિલતા ઉપર શુદ્રકમુનિ કથા, તેના ત્યાગ ઉપર નિમ્બકમુનિ કથા, રહસ્યભેદ ઉપર કાજીંઘ કથા, મિત્રકાર્ય ઉપર દેઢમિત્ર કથા, પાંડિત્ય ઉપર સુંદરી-વસંતસેના કથા, અવાન્તરમાં લોભનન્દી, સર્વાંગિલ, સુમતિ, દુર્મતિ, દ્યુતકાર કુન્દ, કમલ શ્રેષ્ઠી, સતી સુલોચના, કામાંકુર, લલિતાંગ, અશોક, બ્રહ્મચારિભŕ-ભાર્યા, દુર્ગવિપ્ર, તોસિલ રાજપુત્રની કથાઓ કહેવામાં આવી છે. તે પછી હરિવંશની ઉત્પતિ, તેમાં મુનિસુવ્રત જિનેશ્વરના પૂર્વભવનું વર્ણન, ઇલાપતિરાજનું વર્ણન, ક્ષીરકદમ્બક-નારદ-વસુરાજ-પર્વત કથા, નદ્ઘિર્ષણ કથા, કંસ તથા પ્રતિવાસુદેવ જરાસંઘની ઉત્પતિ, વસુદેવ ચરિત્ર કથા, ચારુદત્ત-રુદ્રદત્ત કથા, નલદમયંતી કથા, કુબેરદેવ પૂર્વભવ કથા આવે છે. તે પછી નેમિનાથનો જન્મ, કૃષ્ણ જન્મ, દ્વારિકારચના, કૃષ્ણનો રાજ્યાભિષેક, રુકમણિ વિવાહ, પાંડવ દ્રૌપદી સ્વયંવર, પ્રદ્યુમ્ન-શામ્બ ચરિત, જરાસંઘવધ વગેરે, રાજીમતી વર્ણન, નેમિનાથ દીક્ષા, દ્વારિકા દહન, કૃષ્ણમરણ, પાંડવશેષ કથા, નેમિનાથ મોક્ષ ગમન વગેરે અવસર્પિથી ઉત્સર્પિણીનું આવવું, ભાવિજિન અમમનો જન્મ, બાલ્યાદિ વર્ણન, વિવાહ,
355