________________
રાજ્યાભિષેક, સંમતિનૃપ દીક્ષા, અમદીક્ષા, કેવળજ્ઞાન, સમવસરણ, ધર્મદેશના, સમ્યકત્વ ઉપર સૂરરાજની કથા, ધર્મ ઉપર રાજપુત્ર પુખસાર, મંત્રીપુત્ર ક્ષેમંકરની કથા, અંતે અમમ સ્વામીના ગણધરોનું વર્ણન, તત્કાલીન સુંદરબાહુ વાસુદેવ અને પ્રતિવાસુદેવ વજજંઘ પછી અમમ સ્વામીના નિર્વાણનું વર્ણન છે. કર્તા:- આ કૃતિના કર્તા ચન્દ્રગથ્વીય મુનિ રત્નસૂરિ છે. આ ગ્રંથની રચના વિ.સં.૧૨પરના વર્ષમાં પત્તનનગરમાં થઈ હતી. આ ગ્રંથનું સંશોધન કુમારકવિએ કર્યું હતું. મુનિ રત્નસૂરિ પૂર્ણિમામતને પ્રગટ કરનાર શ્રીમાન ચંદ્રપ્રભસૂરિના શિષ્ય ધર્મઘોષ સૂરિના શિષ્ય સમુદ્રઘોષ સૂરિના શિષ્ય હતા.
વિ.સં.૧૨૭૦
મહાભારત ૧. જૈન દષ્ટિએ મહાભારતનો સમય:
જેન દષ્ટિએ બાર આરાનું એક ચક્ર બને છે તેને કાળચક્ર કહે છે. આ ચક્રના અડધા ભાગને ઉત્સર્પિણી કાળ કહેવામાં આવે છે. અનાદિકાળથી આ ઉત્સર્પિણી કે અવસર્પિણીમાં વિશ્વ માત્રનું કલ્યાણ કરવાની અમોધ શક્તિ ધરાવતા ર૪-૨૪ તીર્થકરો થયા કરે છે. અને ભવિષ્યમાં પણ થશે.
મહાભારતનો સમય આ અવસર્પિણી કાળના રરમા તીર્થંકર નેમનાથ ભગવાનનો સમય છે. એટલે એમ કહી શકાય કે જૈન દષ્ટિએ મહાભારતની કથા ૮૭૦૦૦ વર્ષ પૂર્વેની કથા છે. ૨. અજેન દષ્ટિએ મહાભારતનો સમય:
પુરાણકારોના મતે દ્વાપર યુગમાં મહાભારતની ઘટના બની છે. તે વખતે કલિયુગ આરંભ થયો હતો એમ કહેવાય છે. ઐતિહાસિકોની દષ્ટિએ મહાભારતનો કાળ ઇ.સ. પૂર્વે ૪૦૦૦ વર્ષે (આજથી ૬ હજાર વર્ષ) થયો કહેવામાં આવે છે. ૩. જૈન મહાભારતના લેખક
જેન મહાભારતનું નિરૂપણ કર્યું છે તે ગ્રંથનું નામ “પાંડવ ચરિત્ર” છે. તેના લેખક મલધારી શ્રી દેવપ્રભસૂરિજી નામના જૈનાચાર્ય છે. વિક્રમ સંવત ૧૨૭૦ની સાલમાં આ ગ્રંથ રચ્યો. જેના માટે તેમણે જ્ઞાતા ધર્મકથા, ત્રિષષ્ટિ શલાકા પુરુષનો આધાર લીધો છે.
આ જૈન ગ્રંથ વિસંગતિના કલંકથી સર્વથા મુક્ત છે. પ્રક્ષિપ્ત વિચારો થી પણ
356