________________
તીર્થકર વર્ધમાન (લે.શ્રી ચંદ્રરામપુરિયા)
તીર્થંકર મહાવીર (લે.વિજયેન્દ્રસૂરિ)
આગમ ઔર ત્રિપિટકઃ એક અનુશીલન (લે.મુનિ શ્રી નાગરાજજી) ભગવાન મહાવીરઃ એક અનુશીલન (લે.શ્રી દેવેન્દ્રમુનિ શાસ્ત્રી) નિગ્રંથ ભગવાન મહાવીર (લે. જયભિખ્ખું)
મહાવીર વર્ધમાન (લે. ડૉ.જગદીશચંદ્ર જૈન)
આ ઉપરાંત પણ અસંખ્ય વર્તમાન સાહિત્યના ગ્રંથોમાંથી મહાવીર વિશે માહિતી સાંપડે છે.
‘ભગવાન મહાવીર ઇતિહાસનું એક એવું વ્યકિતત્વ છે કે જેનાથી દાર્શનિક, ધાર્મિક, સામાજિક તેમજ રાજનૈતિક ક્ષેત્ર હંમેશા પ્રભાવિત થતું રહ્યું છે. મહાવીર સૌ પ્રથમ વ્યક્તિ હતા જેમણે કહ્યું કે આત્માના વિકાસમાં દુન્યવી કોઇના સહારાની આવશ્યકતા નથી.’’
વિક્રમ સંવત ૧૨૪૧ કુમારપાળ પ્રતિબોધ
ગુજરાતના ચૌલુક્ય વંશના પ્રસિધ્ધ નૃપતિ કુમારપાલને જૈનાચાર્ય હેમચંદ્રસૂરિએ સમય-સમય ઉપર જે રીતે જૈન ધર્મના સિધ્ધાંતોનો વિવિધ કથા-આખ્યાનો દ્વારા બોધ આપ્યો હતો તેનું વર્ણન આ ગ્રંથમાં છે. ગ્રંથકારે આ ગ્રંથનું નામ ‘જિનધર્મપ્રતિબોધ’ એવું રાખ્યું છે. પરંતુ ગ્રંથના અંતે પુષ્પિકા લેખમાં ‘કુમારપાલ-પ્રતિબોધ’ એવું નામ મળવાથી તેમજ ગ્રંથના વિષયનો નામમાત્રના નિર્દેશથી ખ્યાલ આવી શકે તે હેતુથી કુમારપાલ-પ્રતિબોધ એ જ નામ પુસ્તક ઉપર અંકિત કર્યું છે.
આ ગ્રંથની આવૃતિ ભાંડાગારમાંથી મળેલ તાડપત્ર ઉપરથી તૈયાર કરવામાં આવી છે. આ પુસ્તક બીજો ભાદરવા સુદ ૪ના શુક્રવારે સંવત ૧૪૫૮ ખંભાતમાં લખાયેલું છે. આ સમય પછી લખાયેલું બીજું કોઇ તાડપત્ર જૈન ભંડારમાં જોવામાં
આવેલ નથી.
આ ગ્રંથના રચયિતા સોમપ્રભાચાર્ય એક સુપ્રસિધ્ધ અને સુજ્ઞાત જૈન વિદ્વાન છે. તેમણે આ ગ્રંથ વિક્રમ સંવત ૧૨૪૧માં, એટલે કુમારપાળ રાજાના મૃત્યુ પછી ૧૧ વર્ષે બનાવ્યો હતો. આ ગ્રંથ પ્રાગ્વાટજાતીય કવિ ચક્રવર્તી શ્રી-શ્રીપાલના પુત્ર કવિ સિધ્ધપાલની વસતિમાં રહીને રચ્યો છે. તથા હેમચંદ્રાચાર્યના મહેન્દ્રમુનિ, વર્ધમાન, ગુણચંદ્ર નામે વિદ્વાન શિષ્યોએ અથ થી ઇતિ સુધી સાંભળ્યો છે.
351