________________
ભગવતી સૂત્રમાં મહાવીરે પંચવ્રતોનો સ્વીકાર કર્યો. મહાવીર પૂર્વે નિગ્રંથ ધર્મનું અસ્તિત્વ, ગોશાલક વિશેની માહિતી આદિ ઉપલ્બધ્ધ છે.
જ્ઞાતાધર્મ કથામાં મહાવીર અને ગોશાલકના સિધ્ધાંતોમાં જે ભેદ છે તેનું સ્પષ્ટ નિર્દેશન છે.
આ પ્રમાણે અન્તકૃહૃદશા, અનુત્તરોપપાતિક સૂત્ર, વિપાક સૂત્ર, ઔપપાતિક સૂત્ર, રાજપ્રશ્નીય સૂત્ર, નિરચાવલિયા સૂત્ર, કલ્પાવતંસિકા, પુષ્પિકા, ઉત્તરાધ્યયન સૂત્ર, નંદી સૂત્ર, દશાશ્રુત સ્કંધ વગેરે ગ્રંથોમાં મહાવીર વિશે વિવિધ હકીકતો પ્રાપ્ત થાય છે. નિર્યુક્તિ સાહિત્ય- આવશ્ય નિર્યુક્તિમાં ભગવાન મહાવીરના જીવન સંબંધી તેર ઘટનાઓ, કેવલજ્ઞાનની પ્રાપ્તિ, ભાવિ ગણધરોનાં નામ, તેમણે ઉત્પન્ન થયેલ શંકાઓ, શંકા નિવારણ, દીક્ષા ગ્રહણ આદિ વાતો મળે છે.
પ્રાકૃત જૈન સાહિત્ય:- ચઉપન્ન મહાપુરુષ ચરિચં, મહાવીરચરિચં, તિલોયપણ્યતિ વગેરે ગ્રંથોમાં ભગવાન મહાવીર વિશે કેટલીક હકીકતો ઉલ્લેખિત મળી આવે છે.
સંસ્કૃત જૈન સાહિત્ય:- આચાર્ય હેમચંદ્ર લિખિત ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર, સોમપ્રભાચાર્ય કૃત લઘુત્રિષષ્ટિ પુરુષ ચરિત્ર, પંડિત આશાધરજીનું ત્રિષષ્ટિ સ્મૃતિ શાસ્ત્ર, મેરુત્તુંગ રચિત મહાપુરુષ ચરિત, પદ્મસુંદરજીનું રાયમલ્લાભ્યુદય, અમરચંદ્ર રચિત ચતુર્વિંશતિ જિન ચરિત, મુનિ જ્ઞાનસાગરજી રચિત વીરોદય કાવ્ય, ગુણભદ્ર રચિત ઉત્તરપુરાણ, મહાકવિ ચાસગ લિખિત વર્ધમાન ચિરતમ્, ભટ્ટારક સકલકીર્તિ રચિત વીરવર્ધમાન ચરિતમ્ વગેરે ગ્રંથોમાંથી મહાવીરનો જીવન વિકાસ ખુલ્લો થતો જાય છે.
અપભ્રંશ તેમજ રાજસ્થાની સાહિત્યમાં પણ મહાવીર વિશે માહિતી ઉપલબ્ધ
થાય છે.
આધુનિક સાહિત્ય:
શ્રી મહાવીરસ્વામી ચરિત્ર (લે.વકીલ નંદલાલ લલ્લુભાઇ)
મહાવીર કથા (લે. ગોપાલદાસ જીવાભાઇ પટેલ) ભગવાન મહાવીર (લે.ચંદ્રરાજ ભંડારી)
શ્રી મહાવીર ચરિત્ર (મુનિ શ્રી હર્ષચંદ્રજી કૃત)
શ્રી વર્ધમાન ચરિત્ર (લે. જ્ઞાનચંદ્રજી)
ભગવાન મહાવીરકા આદર્શ જીવન (લે.ચૌથમલજી મહારાજ) શ્રમણ ભગવાન મહાવીર (લે.મુનિ શ્રી કલ્યાણવિજયજી)
350