________________
જાગી ગઈ અને રુદન કરવા લાગી કે તેના ગર્ભનું અપહરણ થયું છે.
ચઉપન્ન મહાપુરુષ ચરિત્ર, મહાવીર ચરિય, કલ્પસૂત્ર, આવશ્યક ચૂર્ણિ આદિ ગ્રંથોમાં મહાવીરનો એક દિલચસ્પ પ્રસંગ વર્ણવાયેલો છે. ગર્ભમાં પોતાના હલનચલનથી માતાને કષ્ટ થશે એ વિચારે ભગવાન નિશ્ચલ બની ગયા અને જ્યારે ત્રિશલા માતાને ગર્ભ અંગે કુશંકાઓ થઈ ત્યારે મહાવીરે અવધિજ્ઞાનથી માતા તથા અન્ય સૌને શોકાતુર જોયા અને ફરીથી સ્પંદન ચાલુ કર્યું અને પ્રતિજ્ઞા કરી કે, “માતાપિતા જીવિત હશે ત્યાં સુધી દીક્ષા અંગીકાર કરીશ નહિ.”
ભગવાન મહાવીરનો જીવ જ્યારથી ગર્ભમાં આવ્યો ત્યારથી ધન-ધાન્ય, મૈત્રી, આદર આદિ દરેકમાં વૃધ્ધિ થતા જોઈ પિતાએ તેમનું નામ વર્ધમાન રાખ્યું. આવા ઉલ્લેખ સૂત્રકૃતાંગ, પઉમચરિયું, હરિવંશ, ઉત્તરપુરાણ વગેરેમાં પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત ભગવાન મહાવીરના સન્મતિ, કાશ્યપ, જ્ઞાતપુત્ર, વૈશાલિક, વિદેહ એવા નામોનો ઉલ્લેખ મળે છે.
મુનિશ્રી દેવેન્દ્રજી, મહાપ્રજ્ઞજી આદિના અભિપ્રાય મુજબ તેમજ આગમ ગ્રંથોના આધારે ગૃહસ્થાશ્રમાં પ્રાય: વર્ધમાન નામથી ઓળખવામાં આવ્યા છે. મહાવીર નામ પછી પડ્યું. બીજા અન્ય નામો સાહિત્યકારો દ્વારા આપવામાં આવ્યા છે. જન્મ સ્થાન :- આગમેતર સાહિત્યમાં વૈશાલી છે. આચારાંગમાં વૈશાલી પાસે આવેલ કુંડપુર છે. પઉમચરિયું, આવશ્યકનિકિત, આવશ્યકચૂર્ણિ, મહાવીર ચરિયું, કલ્પસૂત્ર, આવશ્યક હરિભદ્રીયાવૃત્તિ વગેરેમાં જન્મસ્થાન કુડપુર છે. પૂર્વ ભવોઃ- મહાવીરનો સર્વ પ્રથમ પરિચય આચારાંગ અને કલ્પસૂત્રમાં સાંપડે છે. આ ગ્રંથોમાં તેમના પૂર્વભવોનો ઉલ્લેખ નથી. શ્વેતામ્બર પરંપરાના ગ્રંથોમાં મહાવીરના સત્તાવીશ અને દિગંબર પરંપરાના ગ્રંથોમાં તેમના તેત્રીશ ભવોનું વર્ણન
ભગવાન મહાવીર વિશેના ઉલ્લેખો વિવિધ ગ્રંથોમાં વિવિધ રીતે આપવામાં આવ્યા
આચારાંગ સૂત્ર:- આ ગ્રંથ જેન આચારની આધાર શિલા રૂપ ગણાય છે. તેમાં શ્રમણ ભગવાન મહાવીરની સાધનાનો અહેવાલ મહાવીરના મુખેથી સાંભળવામાં આવેલ હોય તેમ રજૂ થયેલ છે સૂત્રકૃતાંગ, સ્થાનાંગ સૂત્ર, સમવાયાંગમાં મહાવીરના જીવન વિશેની છૂટક માહિતી પ્રાપ્ત થાય છે.
349