________________
આ સાંભળીને કપિલાને દુ:ખ પણ થાય છે અને ગુસ્સો પણ આવે છે. કપિલા આવેશમાં આવી જઇને કહે છે કે-૧બીજાની ભૂલ કાઢવી સહેલી છે. જો તમે એની સાથે ભોગ ભોગવો, તો હું જાણું કે તમે ખરાં ચતુર છો!”
અભયા રાણીએ અભિમાનમાં આવી જઈને પ્રતિજ્ઞા કરી કે-“જો સુદર્શનની સાથે હું રમું નહિ, તો મારું નામ અભયા નહિ.”
છે કાંઈ કહેવાપણું? આવી હુંસાતુંશી તે હોતી હશે? શીલ, એ તો સ્ત્રીઓનું ઉમદામાં ઉમદા ભૂષણ છે. લાખ્ખો અલંકારથી લદાએલી સ્ત્રી પણ જો શીલહીન હોય, તો તે શોભાહીન છે. શીલસંપન્ન સ્ત્રીઓ તો કદી પણ આવી હુંસાતુંશીમાં પડે નહિ.
તે દિવસથી અભયારાણી ચિન્તાતુર બની ગઇ. શ્રી સુદર્શનને મળવાનો કોઈ ઉપાય સુઝતો નહોતો અને જો શ્રી સુદર્શનને પોતે વશ કરી શકે નહિ, તો કપિલા પાસે હલકા પડવાનો ડર લાગતો હતો. એ ચિન્તામાં ને ચિન્તામાં, તે બરાબર ખાતીપીતી પણ નહિ. એનું શરીર સુકાવા લાગ્યું. આથી એક વાર પંડિતા નામની તેની ધાત્રીએ તેને પૂછ્યું કે-“હમણાં હમણાંથી તમે બહુ ચિન્તામાં રહો છો, તો ચિત્તાનું એવું તે કયું કારણ તમને મળ્યું છે?”
અભયા રાણીએ એને પોતાના હૈયાની વાત કહી. પંડિતા કહે છે કે-“આ તમે કર્યું શું? આવું તે પણ લેવાતું હશે? સુદર્શન શીલમાં કેવો નિશ્ચલ છે, તે જાણો છો? મેરૂ ચળે, પણ સુદર્શન શીલથી ચળે નહિ. સુદર્શન પરસ્ત્રી માત્રને પોતાની મા જાયી બેન ગણે છે.”
અભયા રાણી કહે છે કે- હવે એવી બધી વાત કરવી નકામી છે. જે થઈ ગયું, તે થઈ ગયું. હવે તો લીધેલા પણને પાર પાડ્યું જ ઝંપું. તું મને માત્ર એટલી જ મદદ કર કે ગમે તેમ કરીને પણ એ સુદર્શનને તું અહીં લઈ આવ. એ અહીં આવ્યા પછીનું બધું હું સંભાળી લઈશ.”
પંડિતાએ કહ્યું કે-“કોઈક પર્વ દિવસે વાત.”
આ પછી રાજ્યયોજિત કૌમુદી મહોત્સવ આવ્યો. રાજાએ પડહ વગડાવીને નગરનાં સઘળાં ચ સ્ત્રી-પુરૂષોને કૌમુદી-મહોત્સવમાં ભાગ લેવાને માટે વનમાં આવવાની આજ્ઞા કરી હતી અને પોતે પણ અન્તઃપુર સહિત વનમાં જવાની તૈયારી કરી હતી. એ દિવસે ચતુર્દશી તિથિ હતી, એટલે એ પર્વ દિવસે શ્રી સુદર્શનને પૌષધ કરવાનો હોવાથી, રાજાની અનુમતિ મેળવીને શ્રી સુદર્શન દેવકુલમાં ગયા અને ત્યાં પૌષધ લઇને કાયોત્સર્ગમાં સ્થિર બન્યા.
345