________________
જેવા નથી જ, પણ છોડવા જેવા જ છે” એમ લાગતું હતું. ભોગોને એ ભોગવતા હતા, તે રોગને જેમ ભોગવવો પડે તેમ ભોગવતા હતા, કારણ કે-એ સમ્યવ્રુષ્ટિ હતા. પ્રશ્નઃ સમ્યગ્દષ્ટિ પરસ્ત્રીને ભોગવે જ નહિ?
સમ્યગ્દર્શન એમ જ સૂચવે કે-ભોગ તજવા જેવા જ છે અને પરસ્ત્રી આદિની સાથેના ભોગ તો વિશેષે કરીને તજવા જેવા છે. સમ્યગ્દર્શન આવા ભાનને જીવન્ત રાખે. પરંતુ જો અવિરતિનો તીવ્ર ઉદય હોય, તો પરસ્ત્રીને પણ પોતાની અનુરાગિણી આદિ બનાવી લઈને તેને ભોગવવાની લાલસા જન્મે એ શક્ય છે. પાપથી વિરામ પામવા દે જ નહિ, એવા પાપકર્મનો ઉદય હોય, તો સદ્ગષ્ટિ પણ મહાપાપોને સેવનારો હોય એ બને, પરંતુ સમ્યગ્દર્શનની હાજરીના યોગે, એને ભોગસુખ ઉપાદેય તો લાગે જ નહિ.
શ્રી સુદર્શન તો સમ્યગ્દષ્ટિ હોવા સાથે પરસ્ત્રીના ત્યાગી છે અને કપિલાએ ઉભી કરેલી ફસામણ વખતે પણ એમની નજર જો પોતાના સ્વીકારેલા ત્યાગ તરફ જ રહી, તો ભોગી હોવા છતાં પણ, એ કામવિજેતા બનીને કપિલાથી મુકત બની શકયા. આ રીતિએ કામ ઉપર વિજય મેળવીને શ્રી સુદર્શન, પોતાને ઘેર આવ્યા બાદ અભિગ્રહ કરે છે કે-“હવેથી હું એકલો કોઇને ઘેર જઈશ નહિ!”
શ્રી સુદર્શન જેવા કામવિજેતાએ પણ આવો અભિગ્રહ કેમ ગ્રહણ કર્યો? એ માટે કે-નિમિત્ત કારણોની પ્રબળતાને પણ એ સમજતા હતા. ખરાબ નિમિત્તો ખરાબ ભાવને પેદા થવામાં ઘણાં સહાયક બની જાય છે, માટે જેણે સારા રહેવું હોય, તેણે ખરાબ નિમિત્તોથી બચતા રહેવાનો અને સારાં નિમિત્તોનો યોગ સાધ્યા કરવાનો જ પ્રયત્ન કરવો જોઈએ. આજે કેટલાકો અધ્યાત્મના નામે ઉપાદાન કારણને મહત્ત્વ આપીને, ‘નિમિત્ત કારણોની કોઈ અસર જ નથી” એવા ઉન્માર્ગને પ્રચારી રહ્યા છે અને તેમ છતાં પણ તેઓ દેવદર્શન, શાસ્ત્રવાંચન આદિ પણ કરી રહ્યા છે. કોઈ એમ કહે કે-“મારી મા વાંઝણી છે” એના જેવો જ પૂરવાર થાય છે. નિમિત્ત કારણની અસર જ ન હોય, તો દેવદર્શન અને શાસ્ત્રવચન આદિ પણ અસર ઉપજાવી શકે જ નહિ, એવું માનવું જોઈએ. શ્રી સુદર્શન તો ભગવાને કહ્યું છે તે મુજબ નિમિત્ત કારણોની અસરને પણ માનતા જ હતા અને એથી એમણે કપિલાની કપટજાળમાંથી છૂટીને પોતાને ઘેર આવ્યા બાદ તરત જ એવો અભિગ્રહ કરી લીધો કે- હવેથી હું એકલો કોઇને ઘેર જઈશ નહિ.”
કપિલાવાળા બનાવને બચાને કેટલાક દિવસો પસાર થઈ ગયા. એ વિષે શ્રી સુદર્શને કોઈને કાંઈ કહ્યું નહિ અને કપિલા તો એ વાત ઉચ્ચારી શકે એવું હતું જ નહિ;
343