SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ સંયોગોમાં પોતે મૂકાઇ ગયા છે, એનો વિચાર કરે છે. કામને વિવશ બની ગયેલી કપિલાને આવી ચાચના કરતી જોઇને, શ્રી સુદર્શનને થાય છે કે-‘ભોગસુખની લાલસા કેવી ગજબની છે?’ શ્રી સુદર્શનને મૌન અને જડવત્ ઉભા રહેલા જોઇને, કપિલા, શ્રી સુદર્શનના શરીરને ભેટી પડે છે; પણ શ્રી સુદર્શનના હૈયામાં જરા પણ વિકાર પેદા થતો નથી. શ્રી સુદર્શન તો અહીંથી છૂટવાનો ઉપાય જ અજમાવી રહ્યા છે. કપિલા પોતાના અંગને સંગ કરવા લાગી, એટલે નિર્વિકારપણે સુસ્થિર રહેલા શ્રી સુદર્શને કહ્યું કે-‘તને કોણે આવા ઉધા ચક્રાવે ચઢાવી દીધી? હું તો નપુંસક છું, પણ તારે આ વાત કોઇને ચ કહેવી નહિ.’ શ્રી સુદર્શનની વાતને સાંભળીને કપિલા તો ઠંડી જ પડી ગઇ. એકદમ ક્ષોભ પામી ગઇ. એણે માની લીધું કે-શ્રી સુદર્શન નપુંસક જ છે, કારણકે- એણે શ્રી સુદર્શનના અંગનો સ્પર્શ કરવા છતાં પણ, શ્રી સુદર્શન તદ્ન નિર્વિકાર ને નિશ્ચલ ઉભા રહ્યા હતા. આથી તેણીએ પણ શ્રી સુદર્શનને કહ્યું કે-‘તમારે પણ મારા આ દુષ્કાર્યની વાત કોઇને ય કહેવી નહિ.' આમ કહીને, હતાશ બની ગયેલી કપિલાએ, શ્રી સુદર્શનને પોતાના ઘરની બહાર કાઢ્યા અને શ્રી સુદર્શન પોતાના ઘર તરફ રવાના થયા. વસ્તુત:શ્રી સુદર્શન કાંઇ નપુંસક જ નહોતા; પરસ્ત્રીને માટે જ એ નપુંસક હતા; અને એથી એમણે જે કહ્યું તે સાચું જ હતું. આમ છતાં પણ, એવા અવસરે આવું બોલવું એ માચા ગણાતી હોય, તો ચ વસ્તુતઃતે માયા નથી. સુવિહિત શિરોમણિ, પરમ ઉપકારી, આચાર્ય ભગવાન શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ ફરમાવ્યું છે કે‘ધર્મે માયા, નો માયા’ એ સૂત્ર આવા પ્રસંગોમાં જ બંધબેસતું થાય છે. આપણે તો વિચાર એ કરવાનો છે કે-એ કામોન્મત્ત બનીને ભોગની પ્રાર્થના કરતી કપિલા સમક્ષ શ્રી સુદર્શન નિર્વિકાર કેમ રહી શક્યા? વિકારને પેદા થવાને માટેનું એ નિમિત્ત કાંઇ જેવું-તેવું નહોતું. પણ ઉપાદાન કારણનો યોગ નહિ થવાથી જ, એ નિમિત્ત નિષ્ફલ નિવડ્યું. આવું નિમિત્ત કારણ મળવા છતાં પણ, ઉપાદાન કારણનો યોગ શાથી થયો નહિ? એથી જ કે- ભગવાને કહેલા માર્ગને શ્રી સુદર્શન ભૂલ્યા નહિ. એમની નજર ભગવાને કહેલા માર્ગની આરાધનાની સામે જ રહી. શ્રી સુદર્શન કાંઇ ત્યાગી નહોતા, ભોગી હતા; પરન્તુ ભોગી હોવા છતાંય શ્રી સુદર્શનનું લક્ષ્ય ત્યાગ તરફ જ હતું. ભોગોને ભોગવવા છતાં પણ, એમને ‘ભોગો ભોગવવા 342
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy