________________
નવમો ભવઃ- શૌરિપુરી નગરમાં સમુદ્રવિજય નામે રાજા છે તેને શિવાદેવી નામે રાણી છે. તેઓને નેમ નામના પુત્રની પ્રાપ્તિ થાય છે. જેમને અરિષ્ટનેમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણકે તેઓ જ્યારે ગર્ભમાં હતા ત્યારે તેમની માતાએ રિષ્ટમી ચક્રધારા સ્વપ્નમાં જોઇ હતી. તેઓ મોટા થતાં તેમના લગ્ન ઉગ્રસેન રાજા અને ધારિણીની પુત્રી રાજીમતી સાથે નક્કી થાય છે. લગ્ન કરવા જતી વેળાએ પશુઓના પોકાર સાંભળી કરૂણામૂર્તિ તેમજ અહિંસા પ્રેમી નેમકુમાર લગ્ન કર્યા વગર પાછા ફરે છે. અને દીક્ષા લે છે. દીક્ષા બાદ કેવળજ્ઞાન પામી નિર્વાણ પામે છે. યશોધર, ગણુધર, મતિપ્રભ મંત્રી આદિ આ ભવમાં તેમના ગણધર બને છે. તેમના પરિવારની તથા તેમના જીવનની વિશેષ માહિતી નીચે પ્રમાણે છે.
નેમનાથ ભગવાનની જન્મકુંડલીઃ
જન્મ-શ્રાવણ સુદ પાંચમ
નક્ષત્ર-મિત્રા
રાશિ-કન્યા
રક્ષાયોગ, શંખયોગ, બાહુબળયોગ, જલક્રિડાયોગ, વાગ્દત્તાયોગ.
હ્યુ, ”
મ
کو
૩
૭
3)
^*.
301
'
h
૧
૧૧
C
૧૨
૧૦