________________
બીજો ભવઃ- ધનકુમારના ભવમાં મુનિ તરીકે મૃત્યુ પામી સૌધર્મ દેવલોકમાં દેવતા થયા.
ત્રીજો ભવઃ- વૈતાદ્યાગિરિમાં સૂરજ નગરમાં સૂરરાજા છે તેને વિદ્યુમ્મતિ રાણી છે. ધનકુમારના જીવનું સૌધર્મ દેવલોકમાંથી આયુષ્ય પૂર્ણ થતાં વિદ્યુમ્નતિના ગર્ભમાં ચ્યવન થાય છે. તે પુત્રપણે જન્મ લે છે. તેનું નામ ચિત્રગતિ રાખવામાં આવે છે. ગયા ભવના ભાઈ આ ભવમાં પણ મનોગતિ અને ચપલગતિ તરીકે જન્મ લે છે. ચિત્રગતિના લગ્ન શિવમંદિર નગરના અસંગસિંહ રાજા અને શશીખભા રાણીની પુત્રી રત્નવતી સાથે થાય છે. ચિત્રગતિ અને રત્નાવતીને પુરંદર નામે પુત્રરત્નની પ્રાપ્તિ થાય છે. પુત્ર મોટો થતાં તેને રાજગાદી સોંપી તેઓ દમધર આચાર્ય પાસે દીક્ષા લે છે. ચોથો ભવઃ- ત્યાંથી મરીને ચિત્રગતિનો જીવ પરમર્બિક દેવતા થાય છે. આગળના ભવના તેના બે ભાઈ અને રત્નાવતી પણ તેની સાથે હોય છે. પાંચમો ભવઃ- સિંહપુર નગરમાં હરિસંદિ રાજા છે તેને પ્રિયદર્શના નામે રાણીથી ત્રણ પુત્રની પ્રાપ્તિ થાય છે. અપરાજિત, સુર, સોમ. તેમાં અપરાજિતના લગ્ન અમૃતસેન (ખેચરપતિ) અને કીર્તિમતીની દીકરી રત્નમાળા જોડે તેમજ જનાનંદ નગરના જિતરાનું અને ધારિણીની દીકરી પ્રીતિમતિ સાથે થાય છે. પ્રીતિમતિથી તેને પદ્મ નામે પુત્રની પ્રાપ્તિ થાય છે. પુત્ર મોટો થતાં તેને રાજ્યગાદી સોંપી અપરાજિત રાજા વિમળબોધ મંત્રી, સૂર, સોમ તથા પ્રીતિમતિ સાથે દીક્ષા લે છે. છઠ્ઠો ભવઃ- ત્યાંથી મરીને તે આરણ નામના ૧૧માં દેવલોકમાં ઈંદ્રના સામાનિક દેવ તરીકે જન્મ લે છે. સાતમો ભવઃ- હસ્તિનાપુર નગરમાં શ્રીષેણરાજા અને તેને શ્રીમતિ નામે રાણી છે. તેમને ત્રણ પુત્ર છે. શંખ, યશોધર, ગુણધર. વિમળબોધ મંત્રીનો જીવ શંખના મિત્ર તરીકે જન્મે છે. શંખ કુમાર યૌવન વયે પહોંચતા તેમના લગ્ન જિતારી રાજા અને કીર્તિમતિ રાણીની પુત્રી યશોમતી સાથે થાય છે. શંખ અને યશોમતીને પુંડરિક નામે પુત્રની પ્રાપ્તિ થાય છે. પુત્ર મોટો થતાં તેને રાજ્યગાદી સોંપી બંને શ્રીષણમુનિ પાસે દીક્ષા લે છે. અહીં શંખમુનિ તીર્થકર નામકર્મનું ઉપાર્જન કરે છે. આઠમો ભવઃ- ત્યાંથી મરીને શંખનો જીવ અપરાજિત નામના અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે.
300