________________
પર્વ-દહું
૨૦.મુનિસુવ્રત સ્વામી સર્ગ-૭મોમ ભવ પહેલો - જંબુદ્વીપના અપરવિદેહમાં ભરત નામના વિજયમાં ચંપા નગરી છે. ત્યાં સુરશ્રેષ્ઠ રાજા હતો. તેણે નંદનમુનિ પાસે દીક્ષા લીધી. વીશસ્થાનક તપ કરી તીર્થકર નામ કર્મ ઉપાર્જન કર્યું. બીજો ભવ:- પ્રાણત દેવલોકમાં દેવતા થયા. ત્રીજો ભવઃ- ભરતક્ષેત્રમાં મગધ દેશમાં રાજગૃહ નગરમાં સુમિત્ર નામે રાજા હતો. તેને પદ્માવતી નામની રાણી હતી. સુરશ્રેષ્ઠ રાજાનો જીવ પ્રાણત દેવલોકમાંથી તેમના પુત્ર તરીકે જન્મે છે. આ પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે માતા મુનિની જેમ સુવ્રતા (રાત વ્રતવાળી) થઈ તેથી પિતાએ તેનું નામ મુનિસુવ્રત પાડ્યું. યૌવન વય પ્રાપ્ત થતાં પિતાએ તેમને પ્રભાવતી વગેરે રાજપુત્રીઓની સાથે પરણાવ્યા. પિતાની ઈચ્છાથી રાજ્યભાર ગ્રહણ કર્યો. એક દિવસ લોકાંતિક દેવોએ વિનંતી કરી અને પ્રભુ દીક્ષા ગ્રહણ કરે છે. દીક્ષાના બીજા દિવસે બ્રહ્મદત્ત રાજાને ઘેર મુનિસુવ્રત પ્રભુએ પારણું કર્યું. છદ્મસ્થ અવસ્થામાં ૧૧ માસ થયા પછી તેમને કેવળજ્ઞાન મળે છે. ૧ હજાર મુનિઓની સાથે અનશન સ્વીકારી તેઓ નિર્વાણ પામ્યા.
શ્રી મલ્લિનાથ સ્વામી મોક્ષ ગયા પછી ચોપન લાખ વર્ષ ગયા ત્યારે શ્રી મુનિસુવ્રતસ્વામીનું નિર્વાણ થયું. વૈશાખ વદ આઠમ, શ્રવણ નક્ષત્ર, મકર રાશિ.
૧૨
X ચં
૧૦ શ
X
૮
295