________________
પર્વ-૪થું ૧૧.શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર સર્ગ-૧લો ભવ પહેલો:- પુષ્કરવાર દ્વીપમાં પૂર્વ વિદેહક્ષેત્રમાં કચ્છ નામના વિજયની અંદર ક્ષેમા નામે ઉત્તમ નગરી છે. તેમા નલિનીગુભ નામે ગુણોથી નિર્મલ રાજા હતો. ધર્મ બુધ્ધિવાળા એ નપતિએ વજદત્ત મુનિ પાસે દીક્ષા લીધી. તીર્થકર નામકર્મ ઉપાર્જન
બીજો ભવઃ-મહાશુક્ર નામના સાતમા દેવલોકમાં ગયા. ત્રીજો ભવઃ- જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં સિંહપુર નામે નગર છે. તેમાં વિષ્ણરાજ નામે રાજા હતો. તેને વિષ્ણુ નામે પત્ની હતી. મહાશુક્ર દેવલોકમાંથી નલિની ગુલ્મ રાજાનો જીવ વિષ્ણુદેવીની કુક્ષીમાં અવતર્યો. જે કારણથી પ્રભુ આ શ્રેયકર દિવસે જન્મ્યા. આથી તેમના પિતાએ તેમનું નામ શ્રેયાંસ રાખ્યું. તેઓ યૌવન વયના થયા ત્યારે માતાપિતાના આગ્રહથી પાણિગ્રહણ કર્યું. અને રાજ્યકારભાર સંભાળ્યો. લોકાંતિક દેવોની વિનંતી સ્વીકારી પ્રભુએ વાર્ષિક વર્ષીદાન કરી દીક્ષા ગ્રહણ કરી. દીક્ષાના બીજા દિવસે નંદ રાજાને ઘરે પ્રભુએ પરમોન્નથી પારણું કર્યું. દીક્ષા પછીના બે માસ પછી પ્રભુને કેવળજ્ઞાન થયું. ૧ માસનું અનશન કરી ૧ હજાર મુનિ સાથે ચોરાસી લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પ્રભુ નિર્વાણને પામ્યા. શ્રી શીતલનાથ પ્રભુના મોક્ષકાલ પછી છાસઠ લાખ અને છત્રીસ હજાર વર્ષ તથા સો સાગરોપમે ઊણા એક કોટિ સાગરોપમ ગયા ત્યારે શ્રી શ્રેયાંસનાથનું નિર્વાણ કાલ થયું.
મહા વદ, બારસ, શ્રવણ નક્ષત્ર, મકર રાશિ
ચું ૧ X +
સૂ ૧૧ બુ
૮ કે Xા શ ૫
/
ર ગુ.
રા
)
-
273