________________
૭.શ્રી સુપાર્શ્વનાથનું ચરિત્ર સર્ગ-૫ પ્રથમ ભવઃ- ધાતકી ખંડના પૂર્વ વિદેહ ક્ષેત્રના તિલક વિજયમાં ક્ષેમપુરી નગરી છે. નંદીષણ રાજા હતો. ધર્મપ્રધાન રાજા કેટલોક કાળ જતાં સંસારથી ઉદ્વેગ પામી અરિદમન આચાર્ય પાસે દીક્ષા લે છે. તીર્થકર નામકર્મ ઉપાર્જન કરે છે. બીજો ભવઃ- છઠ્ઠા સૈવેયકમાં ૨૮ સાગરોપમના આયુષ્યવાળા મહદ્ધિક દેવતા થાય છે. ત્રીજો ભવ - જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં વારાણસી નગરીમાં પ્રતિષ્ઠ નામે રાજા હતો. તેને પૃથ્વી નામની વલ્લભા હતી. નંદિષેણ રાજાનો જીવ તેમના પુત્રરૂપે ઉત્પન્ન થાય છે. ગર્ભકાળ દરમ્યાન માતાએ સ્વપ્નમાં એક ફણાવાળા, પાંચફણાવાળા, અને નવ ફણાવાળા સર્પની ઉપર પોતાના આત્માને સૂતેલો જોયો હતો. માતા સારા પાર્શ્વ(પડખા)વાળા થયા. તેથી પિતાએ તેમનું નામ “સુપાર્શ્વ” રાખ્યું. અનુક્રમે યૌવન વયના થતાં માતાપિતાએ તેમના લગ્ન કરાવ્યા તથા રાજ્યભાર સોંપ્યો. કાળ પસાર થતાં વૈરાગ્ય વાસિત પ્રભુ દીક્ષા લે છે. દીક્ષાના બીજે દિવસે મહેંદ્ર રાજાને ઘેર પારણું કરે છે. દીક્ષાના નવ માસ થતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે અને ભવિ જીવોને પ્રતિબોધતા ૨૦ લાખ પૂર્વનુ આયુષ્ય પૂર્ણ થતાં ૫૦૦ મુનિઓની સાથે નિર્વાણને પામે છે.
પપ્રભુના નિર્વાણ પછી ૯ હજાર ક્રોડ સાગરોપમ વીત્યા ત્યારે સુપાર્શ્વનાથ પ્રભુનો નિર્વાણ કાળ થયો. જેઠ સુદ બારસ, વિશાખા નક્ષત્ર, તુલા રાશિ.
૧૨
*
/ શ
૧૧
રા
X
265