________________
પર્વ-૩ પ.સુમતિનાથ ભગવાનનું ચરિત્ર"
પ્રથમ ભવઃ- જંબુદ્વીપમાં પૂર્વવિદેહમાં પુષ્કલાવતી નામે વિજય છે એમાં શંખપુર નગર છે. વિજયસેન રાજા રાજ્ય કરે છે. સુદર્શના નામે રાણી છે. કુળદેવીની આરાધનાથી તેમને પુરુષસિંહ નામે પુત્ર ઉત્પન્ન થયો. આ પુત્ર કુમાર અવસ્થામાં પહોંચતા વિનયનંદન નામના સૂરિની દેશના સાંભળી માતા-પિતાની આજ્ઞાથી દીક્ષા લે છે. પ્રમાદરહિત દીક્ષાનું પાલન કરી વીસ સ્થાનકની આરાધના દ્વારા તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું.
બીજો ભવઃ- વૈજયંત વિમાનમાં મહાર્ક્ટિક દેવતાપણે ઉત્પન્ન થયા.
ત્રીજો ભવઃ- જંબુદ્વીપમાં ભરતક્ષેત્રમાં (અયોધ્યા) વિનીતા નગરીમાં મેઘ નામે રાજા હતો. તે રાજાને મંગળા નામે પત્ની હતી.
પુરુષસિંહનો જીવ જે વૈજયંત વિમાનમાં ગયેલો તે તેત્રીશ સાગરોપમનું આયુષ્ય ભોગવી શ્રાવણ સુદ બીજને દિવસે મઘા નક્ષત્રમાં મંગલા દેવીની કુક્ષીમાં અવતર્યો. નવમાસ ને સાડાસાત દિવસ પૂર્ણ થતાં વૈશાખ સુદ આઠમે ચંદ્ર મઘા નક્ષત્રમાં આવતા મંગળાદેવીએ કૌંચ પક્ષીના લાંછનવાળા સુવર્ણવર્ણી પુત્ર રત્નને જન્મ આપ્યો.
સુમતિનાથ નામ રાખવાનું કારણઃ- ગર્ભકાળ દરમ્યાન માતાએ બે સ્ત્રીઓના પુત્ર માટેના ઝઘડાનો નિકાલ કર્યો હતો. (ગર્ભના પ્રભાવથી) સારી મતિ પ્રાપ્ત થઈ. ચૌવન વયને પ્રાપ્ત કરતા પ્રભુએ માતા-પિતાની આજ્ઞાથી રાજકન્યાઓ સાથે પાણિગ્રહણ કર્યું. જન્મથી દશલાખ પૂર્વ ગયા ત્યારે રાજગાદીએ બેઠા. લોકાંતિક દેવતાઓના યાદ અપાવવાથી શ્રી સુમતિનાથ પ્રભુએ દીક્ષા લેવાની ઇચ્છાથી વાર્ષિક દાન આપવા માંડ્યું. અભયંકરા શિબિકા ઉપર આરૂઢ થઇને પ્રભુ સહસ્ત્રા વનમાં પધાર્યા. વૈશાખ સુદ-૯ને દિવસે મધ્યાહન વખતે પ્રભુએ ૧૦૦૦ રાજાની સાથે દીક્ષા લીધી. તે વખતે પ્રભુને ચોથું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. બીજે દિવસે વિજયપુરમાં પદ્મરાજાને ઘેર પ્રભુએ પરમાન્નથી પારણું કર્યું. ત્યાર બાદ પ્રભુએ ૨૦ વર્ષ વિહાર કર્યો.
એક દિવસ પ્રિયંગુ વૃક્ષના મૂલ નીચે સહસ્રામ્રવનમાં ચૈત્ર સુદ એકાદશી (૧૧) છઠ્ઠના તપ સાથે પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાર બાદ દેવતા સમવસરણ રચે છે. પ્રભુ દેશના આપે છે.
દેશના સાંભળી ઘણા નર-નારી દીક્ષા લે છે. તેમાંથી ચમર વગેરે ૧૦૦ ગણધર
260