________________
છેદન પણ કરી શકે છે. (૨) છત્રરત્ન- આ રત્ન બાર યોજન લાંબુ અને પહોળું હોય છે. છત્રાકારના રૂપમાં તે સેનાનું ઠંડી, વરસાદ તેમજ તાપથી રક્ષણ કરે છે. છત્રીની માફક એને સમેટી પણ શકાય છે. (૩) દંડરત્ન- આ વિષમ માર્ગને સમ બનાવે છે. વૈતાદ્ય પર્વતની બંને ગુફાઓનાં દ્વાર ખોલી ઉત્તર ભારત તરફ ચક્રવર્તીને પહોંચાડી દે છે. દિગંબર પરંપરાની દૃષ્ટિથી વૃષણાચલ પર્વત પર નામ લખવાનું કાર્ય પણ આ રત્ન કરે છે. (૪) અસિરત્ન- આ રત્ન પચાસ આગળ લાંબું, સોળ આંગળ પહોળું, તેમજ અડધો આંગળ જાડું હોય છે. પોતાની તીક્ષણ ધાથી આ રત્ન દૂર રહેલા શત્રુઓને પણ નષ્ટ કરી નાંખે છે. (૫) મણિરત્ન:- સૂર્ય અને ચંદ્રની માફક આ રત્ન અંધકારનો નાશ કરે છે. આ રત્નને મસ્તક પર ધારણ કરી લેવાથી દેવ તથા તિર્યચકત ઉપસર્ગનો સ્પર્શ થતો નથી. હસ્તિરત્નના દક્ષિણ કુંભ સ્થલ પર આ રત્ન રાખવાથી અવશ્યમેવ વિજય પ્રાપ્ત થાય
(૬) કાકિણીરત્ન:- આ રત્ન ચાર આંગળના પ્રમાણમાં હોય છે. આ રત્નથી ચક્રવર્તી વૈતાઢ્ય પર્વતની ગુફામાં ઓગણપચાસ મંડલ બનાવે છે. એક એક મંડલનો પ્રકાશ એક એક યોજન સુધી ફેલાય છે અને આ રત્નથી ચક્રવર્તી ઋષભકૂટ પર્વત પર પોતાનું નામ અંકિત કરે છે. (૭) ચર્મરત્ન:- દિગ્વિજયના સમયે નદીઓ પાર કરાવવામાં આ રત્ન નૌકાના રૂપમાં કામ આવે છે અને પ્લેચ્છ નરેશો જલવૃષ્ટિ કરાવે છે ત્યારે તે સેનાની સુરક્ષા કરે છે. (૮) સેનાપતિરત્ન- તે સેનાનું પ્રમુખ થાય છે. તે વાસુદેવની સમાન શક્તિ સંપન્ન હોય છે. તે ચાર ખંડો પર વિજય કરે છે. (૯) ગાથાપતિ રત્ન:- આ રત્ન ચક્રવર્તી સેના માટે ઉત્તમ ભોજનની વ્યવસ્થા કરે છે. દિગંબર ગ્રંથોમાં ગાથાપતિ રત્નને ગૃહપતિ-રત્ન કહ્યું છે એનું નામ છે કામવૃષ્ટિ ગૃહપતિ રત્ન. (૧૦) વર્ધકિરત્ન:- આ રત્ન ચક્રવર્તીની સેનાને માટે આવાસ વ્યવસ્થા કરે છે. ઉન્મગ્ન જલા, નિમગ્નજલા વગેરે નદીઓ પર પુલ બાંધવાનું કામ પણ આ રત્ન કરે
(૧૧) પુરોહિતરત્ન:- આ જ્યોતિષશાસ્ત્ર, સ્વપ્નશાસ્ત્ર, નિમિત્તશાસ્ત્ર, લક્ષણ અને
230