________________
(૧૦) અનંગ વૃક્ષ - યુગલિક કાળમાં માનવ પશુઓની જેમ નગ્ન રહેતા ન હતા પણ તે લજ્જાનું નિવારણ કરવા માટે વૃક્ષોની છાલ વગેરેનો ઉપયોગ કરતા હતા.
જીવાભિગમમાં એવું વર્ણન આવે છે કે આ વૃક્ષ પાસેથી ક્ષમ, કામળા, દુકુલ, કૌશેયક, ચીનાંકુર, શ્લષ્ણ, કલ્યાણક વગેરે વિવિધ પ્રકારનાં વસ્ત્ર યુગલિકોને પ્રાપ્ત થતા હતા.
કલ્પવૃક્ષને જ ઇસ્લામ ધર્મમાં “તોબે' કહેવામાં આવ્યા છે. ક્રિશ્મિન ધર્મમાં એને સ્વર્ગનું વૃક્ષ કહેવામાં આવે છે. પેરુ દેશમાં આજે પણ એવા વૃક્ષ છે કે હવામાંથી પાણી ખેંચે છે અને ગરમીના દિવસોમાં એ વૃક્ષોમાંથી સ્વયં પાણી ઝરવા લાગે છે. કેટલાંય વૃક્ષોના ફુલ આજે પણ લોકો આભૂષણ તરીકે ધારણ કરે છે. કેટલાંય ફળ ભૂખ અને તરસ છીપાવવાનું કામ કરે છે. કેટલાય વૃક્ષોની છાલ આજે પણ વસ્ત્ર તરીકે ઉપયોગમાં લેવાય છે. આ પ્રમાણે વૃક્ષો માનવ માટે સદાય ઉપયોગી રહ્યાં છે. કલ્પવૃક્ષ કોઈ કાલ્પનિક વૃક્ષ ન હતા. જોકે આજે તેવાં વૃક્ષ નથી. પણ તેની સાથે સરખાવી શકાય તેવા કેટલાક વૃક્ષ આજે પણ છે. આ પરથી અનુમાન થઈ શકે કે કોઈ જમાનામાં આ પ્રકારના વૃક્ષો વિદ્યમાન હશે. • ચક્રવર્તીની માતા ચૌદ સ્વપ્ન ઝાંખો ઝાંખા જુએ છે. • બાર ચક્રવર્તીઓના બાર સ્ત્રીરત્નો નીચે પ્રમાણે હતા. (૧)સુભદ્રા (૨)ભદ્રા (૩)સુનંદા (૪)જયા (૫)વિજયા (૬)કૃષ્ણાશ્રી (૭)સૂરશ્રી (૮)પાશ્રી (૯)વસુંધરા (૧૦)દેવી (૧૧)લક્ષ્મીમતી (૧૨)કુરુમતી • બધા ચક્રવર્તીઓને મહામૂલ્યવાન ચોસઠ સેરનો મણિ-મુક્તાનો હાર હોય છે. • દરેક ચક્રવર્તીના છન્ને ક્રોડ ગામ હોય છે. દરેક ચક્રવર્તીના બોંતેર હજાર નગર હોય છે.
અને અડતાલીશ હજાર પારણ હોય છે. • પ્રત્યેક ચક્રવર્તીના સાત એકેન્દ્રિય રત્નો હોય છે. જેમ કે-(૧)ચક્રરત્ન (ર) છત્રરત્ન
(૩)ચામરરત્ન (૪)દંડરત્ન (૫)અસિરત્ન (૬)મણિરત્ન (૭)કાકિણીરત્ન . પ્રત્યેક ચક્રવર્તીના સાત પંચેન્દ્રિય રત્નો હોય છે જેમ કે (૧)સેનાપતિ રત્ન (૨)ગાથાપતિ રત્ન (૩)વર્ધકિરત્ન (૪)પુરોહિતરત્ન (૫)સ્ત્રીરત્ન (૬)અશ્વરત્ન (૭)હસ્તીરત્ન ચક્રવર્તીના ચૌદ રત્ન અને નવનિધિઓ આ પ્રમાણે છે. (૧) ચક્રરત્ન- આ આયુધશાલામાં ઉત્પન્ન થાય છે. સેનાની આગળ પ્રયાણ કરતું તે ચક્રવર્તીને પખંડ સાધવાનો માર્ગ દર્શાવે છે. ચક્રવર્તી એની સહાયથી શત્રુના શિરનું
229