________________
મણિ રત્નોની રેખાઓથી ખચિત તથા વિવિધ પ્રકારના પત્ર અને ફૂલોના રૂપે પાત્રદાન કરતા હતા. (૩) સૂર્યાગ વૃક્ષ:- આ વૃક્ષો મનોરંજન માટે વાંજિત્રો આપતા હતા. જ્યારે માણસ થાકી જાય ત્યારે મનોરંજનની સામગ્રી શોધે છે. આ વાજિંત્રો કૃત્રિમ નહિ પરંતુ સ્વત: નિર્મિત હતા.
જેવા કે મૃદંગ, પણવ, દર્દરક, કરટી, દિમદિમ, ઢકકા, મૂરજ, શંખિકા, વિપંચી, મહતી, તલતાલ, કંસતાલ વગેરે. આ વૃક્ષમાંથી સ્વતઃ તત્ત, વિતત, ઘન, સુષિર વગેરે વિવિધ સ્વર પ્રફુરિત થતા હતા. (૪) જ્યોતિર્ક અને (૫) દીપશિખા વૃક્ષ:- પ્રાચીન યુગમાં જ્યારે વિદ્યુતશક્તિનો વિકાસ થયો ન હતો ત્યારે આ વૃક્ષોમાંથી જ નિર્મળ પ્રકાશ પ્રાપ્ત થતો હતો. યુગલિક કાળમાં અગ્નિનો અભાવ હતો. આ વૃક્ષોના પ્રકાશ સુવર્ણ, કેસૂક, અશોક અને જયા વૃક્ષોનાં ફૂલોની માફક મણિરત્નોનાં કિરણની જેમ દેદીપ્યમાન હતો. (૬) ચિત્રાંગ વૃક્ષ:- યુગલિક કાળમાં માનવ કૃત્રિમ કલાથી પરિચિત ન હતા. પણ તે સમયે કેટલાંક વૃક્ષો ચિત્રમય હતા. તે ચિત્ર અત્યંત દર્શનીય, રમ્ય, વિવિધ રંગયુક્ત હતા. (૭) ચિત્ર રસાંગ વૃક્ષ - સંસાર ભ્રમણ જ્યાં સુધી છે ત્યાં સુધી આહારની આવશ્યકતા રહે છે. યુગલિક કાળમાં માનવ આજકાલની જેમ ભોજનનું નિર્માણ કરતાં ન હતા. ત્યારે આ વૃક્ષ પર વિવિધ પ્રકારના ફળ બેસતાં હતાં. અઢાર પ્રકારના વિશિષ્ટ ભોજન ગુણોવાળાં તે ફળ માનવને પૂર્ણ તૃપ્તિ પ્રદાન કરતા હતા.
અનુસન્ધિત્સુઓનું એવું મંતવ્ય છે કે આધુનિક યુગમાં પણ અમેરિકામાં એવા વૃક્ષો છે જેને “મિલ્ક ટ્રી’ અને ‘લાઇટ ટ્રી” વગેરે નામથી ઓળખવામાં આવે છે. જેના ફળથી વ્યક્તિ લાભાન્વિત થાય છે. (૮) મર્યાગ:- આ વૃક્ષ પાસેથી વિવિધ પ્રકારના આભૂષણ પ્રાપ્ત થતા હતા. આ વૃક્ષના ફૂલ અને ફળ સહજ આભૂષણ બની જતા હતા. આ આભૂષણોની કાંતિ સ્વર્ણ, મણિ અને રત્નોથી પણ વિશેષ હતી. (૯) ગેહાકાર (ગૃહાકાર) વૃક્ષ:- યુગલિક કાળમાં મકાન બાંધવાની કળા ન હતી. આ ગૃહાકાર વૃક્ષોને લીધે તડકો-છાંયા વગેરેથી તેઓ સુરક્ષિત રહેતાં હતાં. તે વૃક્ષો ભવ્યભવનના નિર્માણનું કાર્ય કરતા હતાં. તે સ્વતઃ નિર્મિત થઈ જતા હતાં. મકાનો ઉપર ચઢવાને માટે પગથિયા તેમજ દ્વાર પણ બની જતા હતા.
228