________________
ન્યૂન થતો જાય છે. બીજો આરો:- બીજા આરામાં મનુષ્યો ર પલ્યોપમ આયુવાળા, બે કોશ ઊંચા, ત્રીજે દિવસે ભોજન કરનારા હોય છે. આ કાળે કલ્પવૃક્ષો કંઈક ન્યૂન પ્રભાવવાળા, પૃથ્વી ન્યૂન સ્વાદવાળી, જળ પ્રથમથી જરા ઓછા માધુર્યવાળા હોય છે. પુત્ર-પુત્રીનું પાલન ૬૪ દિવસ કરી યુગલિક દંપતીનું અવસાન થઈ જાય છે. ત્રીજો આરો:- આ આરામાં મનુષ્યો ૧ પલ્યોપમ સુધી જીવનારા, ૧ ગાઉ ઊંચા, બીજે દિવસે ભોજન કરનારા હોય છે. આ આરામાં પણ ધીમે ધીમે શરીર, આયુ, પૃથ્વી, જળ આદિનું માધુર્ય, કલ્પવૃક્ષ મહિમા ઘટતો જાય છે. મૃત્યુના છ મહિના પહેલા યુગલને જન્મ આપે અને ૭૯ દિવસ પાલનપોષણ કરે. ત્રીજા આરાનો એક પલ્યોપમના આઠમા ભાગનો સમય જ્યારે બાકી રહે ત્યારે ભરતક્ષેત્રમાં કુલકર પેદા થાય છે.
ચોથો આરો:- આ આરામાં મનુષ્યો કોટિ પૂર્વના આયુષ્યવાળા પાંચસો ધનુષ ઊંચા શરીરવાળા હોય છે. પાંચમો આરો:- પાંચમા આરાના પ્રારંભમાં મનુષ્યો સો વર્ષના આયુવાળા અને સાત હાથ ઊંચા હોય છે. છઠ્ઠો આરો:- આ આરામાં મનુષ્યો ફક્ત સોળ વર્ષના આયુષ્યવાળા અને ૧ હાથ ઊંચા શરીરવાળા મનુષ્યો હોય છે.
આ જ પ્રમાણે અવળાક્રમથી ઉત્સર્પિણી કાળના છ આરા જાણવા. મુનિશ્રી કન્ડેયાલાલજી ‘કમલ”ના મંતવ્ય મુજબ:કલ્પવૃક્ષ:આ કલ્પવૃક્ષ માનવની આવશ્યકતાઓની પૂર્તિ કરતા હતા. (૧) “મતાંગક” વૃક્ષ:- આ વૃક્ષથી ચંદ્રપ્રભા, મન:શીલ, સિંધુવારીણી વગેરે વિશેષ પ્રકારના પૌષ્ટિક પદાર્થો યુક્ત પીણું ઉત્પન્ન થતું હતું. જે પીને યુગલિકોમાં અભિનવ સ્કૂર્તિનો સંચાર થતો હતો. આ વૃક્ષ તે સમયે સહજરૂપે ઉત્પન્ન થતાં હતા. (૨) ભૂતાંગ વૃક્ષ - આ વૃક્ષમાંથી સહજપણે એમને પાત્રા મળી જતા હતા. આ વૃક્ષની ડાળીઓ, પાંદડા વર્તનાકાર હતા. જીવાભિગમ સૂત્રમાં ઉલ્લેખ છે કે તે વૃક્ષ ઘટ, કલશ, કરકરી (પીત્તળનું ભજન), પાદ કાંચનિકા (પગનું પ્રક્ષાલન કરવા માટેનું સુવર્ણ પાત્ર), ઉદર (પાણી લેવાનું પાત્ર), ભંગાર (લોટા), સરક (વાંસના પાત્ર) તથા
227