________________
નામનું યુગ્ય થયું. સવા પાંચસો ધનુષ પ્રમાણ વાળા તેઓ વૃધ્ધિ પામવા લાગ્યા. આયુષ્ય પૂર્ણ થતાં મરુદેવ દ્વીપકુમારમાં ઉત્પન્ન થયા. શ્રીકાંતા નાગકુમારમાં ઉત્પન્ન થઇ. (૭) સાતમા કુલકર નાભિઃ
તેઓના મૃત્યુ પામ્યા પછી નાભિ રાજા યુગલીઆઓના સાતમા કુલકર થયા. તે પણ પૂર્વોકત ત્રણ પ્રકારની નીતિ વડે જ યુગ્મધર્મી મનુષ્યોને શિક્ષા કરવા લાગ્યા.
આમ અહીં કુલકરોનું વર્ણન સુંદર રીતે કરેલ છે. અહીં કુલકર સંજ્ઞા યુગલીઆઓના રાજા માટે છે.
‘ત્રિષષ્ઠિ શલાકા પુરુષ' ગ્રંથમાં કલિકાલ સર્વજ્ઞ આ હેમચંદ્રાચાર્ય “કાળચક્ર”નું સવિસ્તાર વર્ણન કરતા કહે છે કે,
“પાંચ ભરત, પાંચ ઐરાવતક્ષેત્રમાં કાળની વ્યવસ્થા કરવામાં કારણભૂત બાર આરાનું કાળચક્ર ગણાય છે. તે કાળ અવસર્પિણી (ઉતરતો) અને ઉત્સર્પિણી (ચઢતો) એવા ભેદથી બે પ્રકારનો છે.”
અવસર્પિણીમાં (૧) સુષમ-સુષમ (૪ કોટાકોટી સાગરોપમ) (૨) સુષમા (૩ કોટાકોટી સાગરોપમ) (૩) સુષમ દુષમ (ર કોટાકોટિ સાગરોપમ) (૪) દુષમ-સુષમ (૪૨ હજાર વર્ષ, ન્યૂન એક કોડાકોડી સાગરોપમ) (૫) દુષમ (ર૧૦૦૦ વર્ષ) (૬) દુષમદુષમ (ર૧ હજાર વર્ષ).
આવી રીતે પ્રતિલોમક્રમ (અવળાક્રમ)થી ઉત્સર્પિણી કાળના પણ છ આરા જાણી લેવા.
બંને કાળની સંખ્યા એકંદર વીશ કોટાકોટી સાગરોપમની થાય છે તે કાળચક્ર કહેવાય. પ્રથમ આરો:- પ્રથમ આરાના મનુષ્યો ૩ પલ્યોપમ સુધી જીવનારા, ૩ ગાઉ ઊંચા શરીરવાળા, ચોથે દિવસે ભોજન કરનારા હોય છે. વૃષભ નારાજી સંઘયણવાળા, સદા સુખી, ક્રોધ, માન, માયા, લોભ રહિત હોય છે. તેઓના સમયે ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ માટે કલ્પવૃક્ષ હોય છે. આ સમયે ઘોડા-ગધેડા, બળદ વગેરે વિવિધ પ્રાણીઓ હોવા છતાં તેનો ઉપયોગ કરતા ન હતા. છ મહિના આયુષ્યના બાકી રહે ત્યારે (પુત્રપુત્રી)ના યુગલને જન્મ આપે. ૪૯ દિવસ પાલન પોષણ કરી છીંક કે બગાસું આવે એટલે મૃત્યુ પામે છે.
આ આરામાં અનુક્રમે ધીમે ધીમે આયુષ્ય, સંવનનાદિક અને કલ્પવૃક્ષનો પ્રભાવ
226