________________
નામે પ્રથમ કુલકર થયા. તે સમયે કલ્પવૃક્ષોનો પ્રભાવ ઘટતો ગયો આથી વિમલવાહન યુગલિયાઓને કલ્પવૃક્ષ વહેંચી આપ્યા, શિક્ષા માટે હાકાર નીતિ પ્રગટ કરી. વિમલવાહનનું છ માસ આયુષ બાકી રહ્યું ત્યારે ચંદ્રયશા નામે સ્ત્રીથી એક યુગલનો જન્મ થયો. જેનું નામ ચક્ષુષ્માન-ચંદ્રકાંતા રાખ્યું. સાથે ઉત્પન્ન થયેલા બંને વૃધ્ધિ પામવા લાગ્યા છ માસ સુધી પોતાના બાળકોને પાળી જરા અને રોગ વિના મૃત્યુ પામી વિમલવાહન સુવર્ણકુમાર દેવલોકમાં અને ચંદ્રયશા નાગકુમાર દેવલોકમાં ઉત્પન્ન થયા. (ર) બીજા કુલકર ચક્ષુષ્માનઃ
તેમનો અંત સમય નજીક આવતાં તેમણે યશસ્વી અને સુરૂપા નામે યુગ્મધર્મી જોડલું ઉત્પન્ન થયું. સાડાસાતસો ધનુષ પ્રમાણ શરીરવાળા બંને મૃત્યુ પામી ચક્ષુષ્માન સુવર્ણકુમાર અને ચંદ્રકાંતા નાગકુમાર દેવલોકમાં ઉત્પન્ન થયા. (૩) ત્રીજા કુલકર યશસ્વી:
તેમના વખતમાં યુગલિયા હાકાર દંડનું ઉલ્લંઘન કરવા લાગ્યા ત્યારે યશસ્વીએ માકાર દંડથી તેઓને શિક્ષા કરવા માંડી તેમને અભિચંદ્ર અને પ્રતિરૂપા નામ જોડલું ઉત્પન્ન થયું. તે સાડાછસો ધનુષ ઊંચા શરીરવાળા અને તેમના માતાપિતાથી કાંઈ અલ્પ આયુષ્યવાળા હતા. યશસ્વી આયુષ્ય પૂર્ણ થતાં મૃત્યુ પામી ઉદધિ કુમારમાં ઉત્પન્ન થયો અને સુરૂપા નાગકુમારમાં ઉત્પન્ન થઈ. (૪) ચોથા કુલકર અભિચંદ્રઃ
અભિચંદ્ર પણ પિતાની માફક તે જ સ્થિતિ વડે યુગલીઆને શિક્ષા કરવા લાગ્યા. તેમણે પણ એક જોડલાને જન્મ આપ્યો. માતાપિતાએ પુત્રનું નામ પ્રસેનજિત પાડ્યું. પુત્રીનું નામ ચક્ષુકતા રાખ્યું. અભિચંદ્ર મૃત્યુ પામી ઉદધિકુમારમાં ઉત્પન્ન થયા અને પ્રતિરૂપા નાગકુમારમાં ઉત્પન્ન થઈ. (૫) પાંચમા કુલકર પ્રસેનજિત:
તે પણ તેમના પિતાની જેમ સર્વ યુગલિઆઓને (નીતિનું ઉલ્લંઘન કરનારને) શિક્ષા કરવા લાગ્યા. તેમણે સ્ત્રી-પુરુષ-યુગ્મને જન્મ આપ્યો. જે સાડા પાંચસો ધનુષ પ્રમાણવાળા હતા. તેમનાં નામ મરુદેવ-શ્રીકાંતા રાખ્યા. આયુ પૂર્ણ થતાં પ્રસેનજિત દ્વીપકુમારમાં અને ચક્ષુકાંતા નાગકુમારમાં ઉત્પન્ન થાય છે. (૬) છઠ્ઠા કુલકર મરુદેવઃ
મરુદેવ અને શ્રીકાંતાના પ્રાંત કાળની વખતે તેમનાથી નાભિ અને મરૂદેવા
225