________________
લખે છે કે,
ભારતીય ઇતિહાસની પૌરાણિક પરંપરામાં કુલકર સંસ્થાનું વર્ણન છે. માનવ સંસ્કૃતિના પ્રાથમિક ચરણમાં જીવનવૃત્તિનું માર્ગદર્શન તેમજ મનુષ્યોને કુળની જેમ એકઠા રહેવાનો ઉપદેશ આપનારને કુલકર કહેવામાં આવે છે. આગમ ગ્રંથોમાં આવા ૧૫ કુલકરોના ઉલ્લેખ છે. કેટલાક ગ્રંથોમાં તેમની સંખ્યા ૧૪ છે. મરુદેવ, નાભિ, ઋષભદેવ આ કુલકરીમાંના હતા. આ કુલકરોએ સમાજ અને રાજનીતિ બંને ક્ષેત્રોને વ્યવસ્થિત કર્યા હતા. તેમની હાકાર, માકાર અને ધિક્કારની નીતિમાં સમાજના બધા જ નિયમો સમાવિષ્ટ હતા. હાલના સંવિધાનની ચાવી કુલકરોની આ નીતિમાં છે. જૈન પરંપરાના કુલકર અને વૈદિક પરંપરાના મનુઓનું કાર્ય મોટેભાગે સમાન છે. સમવાયાંગ તેમજ સ્થાનાંગ સૂત્રમાં કેવળ કુલકરોના નામોનો ઉલ્લેખ છે. પરંતુ જંબુદ્વીપપ્રજ્ઞપ્તિમાં કુલકરોની નીતિઓનો સંકેત છે.”
પઉમચરિયું, મહાપુરાણ, હરિવંશપુરાણ, સિધ્ધાન્તસંગ્રહમાં ચૌદ કુલકરોનાં નામ પ્રાપ્ત થાય છે. પઉમચરિય પ્રમાણે ચૌદ કુલકરોનાં નામ નીચે પ્રમાણે છે. (૧)સુમતિ (૨)પ્રતિયુતિ (૩) સીમંકર (૪) સીમંધર (૫) ક્ષેમકર (૬)ક્ષે મધર (૭)વિમલવાહન (૮)ચક્ષુષ્માન (૯)યશસ્વી (૧૦)અભિચંદ્ર (૧૧)ચંદ્રાભ (૧૨)પ્રસેનજિત (૧૩)મરુદેવ (૧૪)નાભિ.
ભગવાન ઋષભદેવ પ્રથમ સમ્રાટ થયા અને યુગલિક સ્થિતિની સમાપ્તિ કરી કર્મભૂમિનો પ્રારંભ કર્યો, આથી એમને કુલકર માન્યા નહિ હોય.
જ્યારે જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં એમને કુલકર કહ્યા છે. સંભવ છે કે માનવસમૂહના અર્થમાં કુલકરનો પ્રયોગ થયો હોય.
| ત્રિષષ્ઠિ શલાકા પુરુષને આધારે કુલકરોના નામ નીચે મુજબ છે. (૧)વિમલવાહન (૨)ચક્ષુ ખાન (૩) યશોમાન (૪)અભિચંદ્ર (૫)પ્રસેનજિત (૬)મરુદેવ (૭)નાભિ. (૧) પ્રથમ કુલકર:- વિમલવાહન
સાગરચંદ્ર-પ્રિયદર્શના ત્રીજા આરાના અંતમાં ઉત્પન્ન થયા. તેઓ નવસો ધનુષ શરીરવાળા તેમજ પલ્યોપમ દશમાંશ આયુષ્યવાળા યુગલિક થયા. તેઓનું શરીર વજઋષભ નારાચ સંઘયણવાળા સમચતુરસ્ત્ર સંસ્થાનવાળા હતા. તે વિમલવાહન
224