________________
વ્યંજન વગેરેનું પૂર્ણજ્ઞાતા હોય છે. દેવી ઉપદ્રવોને તે શાંત કરે છે. (૧૨) સ્ત્રીરત્ન:- તે સર્વાગ સુંદરી હોય છે. સદા યુવતી જ રહે છે. એનાથી તીવ્ર ભોગાવલી કર્મનો ઉદય થાય છે. એના પ્રત્યે ચક્રવર્તીને અત્યધિક રાગ હોય છે. (૧૩) અધ્વરત્ન:- આ શ્રેષ્ઠ અગ્ધ એક ક્ષણમાં સો યોજન દોડવાની શક્તિ ધરાવે છે. કીચડ, જલ, પહાડ, ગુફા વગેરે વિષમ સ્થલોને પણ તે સહજ રીતે ઓળંગી જાય છે. ભરત ચક્રવર્તીના અશ્વરત્નનું નામ “કમલાપીડ’ હતું. (૧૪) હસ્તિરત્ન:- તે ઐરાવત હાથીની જેમ સર્વગુણ સંપન્ન હોય છે.
પ્રત્યેક રત્નના એક એક હજાર દેવ રક્ષક હોય છે. ચૌદ રત્નોના ચૌદ હજાર દેવતા રક્ષક હતા. વૈદિક સાહિત્યમાં પણ ચૌદ રત્નોનાં નામ પ્રાપ્ત થાય છે. જે નીચે મુજબ છે. (૧)હાથી (૨)ઘોડો (૩)રથ (૪)સ્ત્રી (૫)બાણ (૬)ભંડાર (૭)માલા (૮)વસ્ત્ર (૯)વૃક્ષ (૧૦)શક્તિ (૧૧) પાશ (૧૨)મણિ (૧૩)છત્ર (૧૪)વિમાન. ચક્રવર્તીના નવ નિધિઃ
સમ્રાટ ભારતની પાસે નવનિધિ હતા. જેનાથી તેઓ મનવાંછિત વસ્તુઓ પ્રાપ્ત કરતા હતા. નિધિનો અર્થ ખજાનો છે. આચાર્ય અભયદેવ પ્રમાણે ચક્રવર્તીને પોતાના રાજ્ય માટે ઉપયોગી બધી વસ્તુઓની પ્રાપ્તિ નવનિધિ દ્વારા થાય છે. એટલે એની નવનિધાનરૂપે ગણના થઈ છે. (સ્થાનાંગ. વૃતિ પત્ર ૪ર૬) તે નવનિધિ નીચે પ્રમાણે છે. ૧. નૈસર્ષનિધિ:- આ નિધિ ગ્રામ-નગર-દ્રોણમુખ-મંડપ વગેરે સ્થાનોનું નિર્માણ કરવામાં સહાયક છે. ૨. પાંડુકનિધિ:- માન-ઉત્માન અને પ્રમાણનું જ્ઞાન કરાવે છે. તથા ધાન્ય અને બીજાને ઉત્પન્ન કરે છે. ૩. પિંગલનિધિ - આ નિધિ મનુષ્ય તેમજ તિર્યંચોના સર્વવિધ આભૂષણોની વિધિનું જ્ઞાન કરાવનારી છે તથા યોગ્ય આભરણ પ્રદાન કરનાર છે. ૪. સર્વરત્નનિધિ:- આ નિધિથી વજ, વૈડુર્ય, મરકત, માણિક્ય, પદ્મરાગ, પુખરાજ વગેરે બહુમૂલ્ય રત્ન પ્રાપ્ત થાય છે. ૫. મહાપદ્મનિધિ:- આ નિધિ સર્વ પ્રકારનાં શુધ્ધ તેમજ રંગીન વસ્ત્રોની ઉત્પાદિકા છે. કોઇ કોઇ ગ્રંથમાં એનું નામ પદ્મનિધિ પણ છે. ૬. કાલનિધિઃ- વર્તમાન, ભૂત, ભવિષ્ય, કૃષિકર્મ, કલાશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર વગેરેનું જ્ઞાન આ નિધિ કરાવે છે.
231