________________
પ.પૂ.કૃષ્ણદાસ મ.સા.
પુણ્યચંદ્રોદયપુરાણ પ.પૂ.ધનેશ્વર મ.સા. ૧૪મો સેકો.
શત્રુંજય મહાભ્ય
(સર્ગ-૯) પ.પૂ.શીલાંકાચાર્ય ઇ.સ.૮૬૮
ચોવનમહાપુરુષચરિયું મધ્યકાલીન યુગ પછી આધુનિક યુગમાં જૈનેતર રામાયણ ઉપરથી નાટકો, સિરિયલો બન્યા અને હાલના અર્વાચીન યુગમાં તો મેસેજમાં અને પ્રોજેક્ટમાં(સ્ટડીમાં) રામાયણનો આધાર લેવાય છે. અલગ અલગ રામયણોની વિભિન્ન ઘટનાઓનો સમન્વયઃ૧. કોઈ રામાયણ કર્તા કહે છે સીતાજીએ અશોક વાટિકામાં સફેદ ફૂલ જોયા, તો બીજી કોઇએ જણાવ્યું કે લાલ ફૂલ જોયા. આ વિવાદમાં પડ્યા વગર જો હકીકતનો સમન્વય કરતા એમ પણ બની શકે કે વિરહાગ્નિથી રોઈ રોઈને પણ લાલ જણાયા હોય. વાસ્તવિક પરિસ્થિતિ તો એ છે કે સીતાજીને આવી સુગંધી વાતાવરણમાં પણ આનંદનો અનુભવ નહોતો થતો. આ આદર્શ સમજવો જોઈએ. ૨. કોઈ રચનાકાર એક જ પત્ની દર્શાવે છે. તો બીજા ઉત્તરપુરાણ, મહાપુરાણ, પઉમચરિયું વગેરેમાં બહુપત્નીઓ બતાવવામાં આવી છે. વિવાદમાં ન ઉતરતા પત્નીના પતિ પ્રત્યેના સમર્પણભાવને આદર્શ સમજવો જોઈએ. ૩. કોઈ રચનાકારે રામને નીલવર્ણવાળા અને લક્ષ્મણને ગૌરવર્ણવાળા દર્શાવ્યા છે.
જ્યારે બીજા ઉત્તરપુરાણ, પઉમરિયમાં અનાથી વિરુધ્ધ વર્ણવાળા બતાવ્યા છે. આવી ચર્ચામાં પડ્યા વગર તેમના ભાતૃપ્રેમ, અદ્ભુત પરાક્રમોનો વિચાર કરવો જોઇએ. ૪. કોઈ હનુમાનજીને બાલબ્રહ્મચારી બતાવે છે તો કોઈ ના પાડે છે. પરંતુ બધા જ તેમના શ્રેષ્ઠ પરાક્રમ તથા રામચંદ્રજી પ્રત્યેના ભક્તિભાવની પ્રશંસા કરે છે. આ આદર્શ છે તેમ વિચારવું જોઈએ. પ. કોઈ રામાયણકારે રામચંદ્રજીને શ્રેષ્ઠ અધ્યાત્મ પુરુષ બતાવ્યા છે તો બીજાના મતાનુસાર દીક્ષા લીધા પછી શ્રેષ્ઠ આધ્યાત્મિક પ્રવૃત્તિવાળા બન્યા. આ ચર્ચામાં પડ્યા વગર તેમના ઉત્તમ વ્યક્તિત્વને આર્દશ માનવો જોઈએ. ઘણા બધા સૂર્યવંશીઓએ સંયમ જીવન અપનાવ્યું છે. ૬. પઉમચરિયું પ્રમાણે રાવણનો વધ લક્ષ્મણના હાથે થયો નહિ કે બલરામ એવા રામથી. આ મતભેદનાં ચર્ચામાં પડ્યા વગર ખરાબ કર્મો કરવાથી ફળ ભોગવવું પડે
140