________________
છે એ આદર્શ કેળવવો જોઇએ.
૭.
આ સિવાય ‘વાનર' એ વિદ્યાધરની જાત છે નહિ કે વાંદરો એમના ધ્વજ ઉપર ચિહ્નરૂપે હોય છે.
૮. કુંભકર્ણની ઘોર નિદ્રા અને અનુચિત આહારની વાત જે અજૈનોમાં કરી છે એની તીખી ટીપ્પણ વિમલસૂરિએ પઉમરિયમાં કરી છે.(પ.ચ. પાના નં ૨૦)
૯. સુવર્ણ મૃગની વાત કલ્પિત છે એવું કેટલાકનું માનવું છે. છતાં ચઉપન્ન મહાપુરિસ ચરિયંમાં એનો ઉલ્લેખ છે. (પ.ચ. પાના નં ૨૦)
૧૦. શીલની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલી સન્નારી(સીતા)ને લક્ષ્મણ દ્વારા મોકલવામાં આવી એ વાતનો વિરોધ કરતા વિમલસૂરિ પઉમચરિયું ગ્રંથમાં કહે છે કે કૃતાંતવદન નામના સેનાપતિ સીતાને વનમાં મૂકી આવ્યા. લક્ષ્મણે વનવાસનો વિરોધ કર્યો છે. (પ.ચ. પાના નં ૨૦)
આ મતભેદમાં બુધ્ધિજીવી વર્ગ એવું માને છે કે ગમે તેમ પણ રામે સગર્ભા (સીતાને) વનમાં મોકલી દીધા. એ અનુચિત કાર્ય લાગે છે. અને કોઇ ગ્રંથકારોએ રામના આ કૃત્યની કડક આલોચના કરી છે.
વિશેષ મતભેદોની ચર્ચા કરવા માટે તુલનાત્મક અભ્યાસ કરવો પડે જે સમય અને વિષયની મર્યાદાને કારણે કરવો શક્ય નથી. પઉમચરિયં ગ્રંથની પ્રસ્તાવનાના આધારે:
રાવણ વિશે માનવામાં આવે છે કે રાવણ વિવધ રૂપો ધારણ કરી શકતો હતો. રાવણે ૫૫ મહાવિદ્યાઓ પ્રાપ્ત કરી હતી. એના નામો પઉમચરિચંમાં પૃ.૬૧માં છે.
રાવણને અનેક પત્નીઓ હતી. જેમ કે મંદોદરી, છ હજાર વિદ્યાધર કન્યાઓ.
રાવણ-સુરસસુંદર, રાવણ-વૈશ્રમણ, રાવણ-ચમ, રાવણ-વાલી, રાવણસહસ્રકિરણ, રાવણ-નલકુબેર, રાવણ-વરુણ, લક્ષ્મણ-રાવણ, આદિ જોડે યુધ્ધ ખેલાયા.
રાવણની જિનભક્તિ- નસ કાઢીને વીણાના તૂટેલા તારને જોડ્યો. જેના કારણે તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું.
રાવણની પ્રતિજ્ઞા- અનંતવીર્ય નામના મુનિવર પાસે પોતે પ્રતિજ્ઞા લીધી હતી કે કોઇ પણ સ્ત્રી રૂપ રૂપના અંબાર ભલે હોય તો પણ તેના સમાગમાર્થે બળાત્કાર કરવો નહિ.
141