________________
વારસો પણ તે પુત્રને આપી શકે છે. પણ પિતા જ જ્યારે ચોર પલ્લીનો સેનાપતિ હોય, પ્રાણીઓને સંગાસિત કરનાર કોટવાળ હોય કે કસાઈ હોય તો તે પોતાના પુત્રને વારસામાં તે જ આપશે. માટે કલ્યાણ પિતા બનવાની કલ્યાણકારી શીખ પણ આ અધ્યયનોમાંથી મળે છે.
- શ્રી અનુત્તરોપપાતિક સૂત્રઃગુણવંતરાય બરવાળિયા શ્રી અનુત્તરોઅપાતિકદશાંગ સૂત્ર વિશે કહે છે કે,
“આ સૂત્ર આગમના અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનાર મહાત્માઓનું જીવન આપણા અધ્યાત્મ જીવનને નવી દિશા આપે છે. ભગવાન મહાવીરની ઉપદેશ ધારામાં નવમા આગમમાં દેહ પ્રત્યે મમત્વ ઘટાડવા તપસાધકો જેવા કે ધન્ના અણગારની સાધનાનું વર્ણન છે. આ સૂત્રમાં કહ્યું છે કે મનુષ્ય માત્ર ખોરાકથી જ જીવી શકે એવું નથી. પ્રકાશ અને હવાથી પણ જીવી શકાય છે. સૂર્ય પ્રકાશથી પણ જીવી શકાય એવા દાખલા છે. રોજ એક ચોખાનો દાણો લઇને પણ લાંબો સમય જીવી શકાય તેવા ઉદાહરણ છે. શરીર વિજ્ઞાનના સંશોધનનો આ વિષય છે." - ડૉ. કેતકી યોગેશ શાહ પ્રબુધ્ધ જીવન અંકમાં અનુત્તરો પપાતિક સૂત્ર વિશે કહે છે કે, જ્યારે દેહનું મમત્વ ઘટે છે ત્યારે જ આત્માનું આત્મત્વ ઝળકે છે. શુદ્ધ આત્મત્વની પ્રાપ્તિ થાય ત્યારે જ સિધ્ધત્વની પ્રાપ્તિ થઈ શકે છે. આવો ઉચ્ચ અને ઉત્તમ બોધ અનુત્તરો પપાતિક સૂત્ર દ્વારા મળે છે.
આગમ મનીષી શ્રી ત્રિલોક મુનિ અનુત્તરો પપાતિક સૂત્રનો પરિચય આપતા કહે છે કે, “આ સૂત્ર દ્વાદશાંગીનું નવમું અંગ છે. શ્રેષ્ઠ ઉત્તમ વિમાનને અનુત્તર વિમાન કહેવાય છે. બાર દેવલોક પછી નવ રૈવયક વિમાન કે તેની ઉપર વિજય, વૈજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થ સિધ્ધ આ પાંચ અનુત્તર વિમાન છે . જે સાધક પોતાના ઉત્કૃષ્ટ તપ-સંયમની સાધનાથી ત્યાં ઉત્પન્ન થાય છે તે અનુત્તરોપપાતિક અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારા કહ્યા છે. તેઓનું વર્ણન જે શાસ્ત્રમાં છે તે અનુત્તરોપપાતિક સૂત્ર કહેવાય છે. આ સૂત્રમાં ત્રણ વર્ગ છે. જેમાં પ્રથમ બે વર્ગના ૨૩ અધ્યયનમાં શ્રેણિકના ૨૩ દીકરાઓનું વર્ણન છે. આ સૂત્રમાં વર્ણિત ૩૩ જીવો એ અપાર વૈભવ ત્યાગ કરી, વિવાહિત સ્ત્રીઓનો ત્યાગ કરી, ચરમ તીર્થંકર પાસે દીક્ષા અંગીકાર કરી. અંતે એક માસના પાદોપગમન સંથારાથી અનુત્તર વિમાનમાં દેવભવને પ્રાપ્ત કર્યો. ત્યારપછી મનુષ્યપણે ઉત્પન્ન થઇ મોક્ષે પધારશે.”
અનુત્તરોપપાતિક સૂત્ર ર૯ર શ્લોક પ્રમાણ છે. તેમાં ૩ વર્ગ છે. અને અનુક્રમે ૧૦,૧૩,૧૦ અધ્યયન છે.
101