________________
સમાન છે.
દુઃખ વિપાકના કથા નાયક મૃગાપુત્ર આદિ અને સુખ વિપાકમાં વર્ણન કરાયેલ સુબાહુકુમાર આદિ-બંને પ્રકારના કથા નાયકોની ચરમ સ્થિતિ, અંત એક સમાન છેમોક્ષે જશે. પણ તે પહેલાંના તેમના સંસાર પરિભ્રમણનું જે ચિત્ર છે તે વિશેષ વિચારણીય છે.
સુખ સૌને પ્રિય છે દુઃખ કોઇને ગમતું નથી, પાપાચારી મૃગાપુત્ર આદિને ઘોરતમ દુઃખમય દુર્ગતિઓથી દીર્ઘ કાળ સુધી પસાર થવું પડશે. અનેકાનેકવાર નરકોમાં, એકેન્દ્રિયોમાં આદિ વિષમ એવં ત્રાસજનક યોનિઓમાં દુસ્સહ વેદનાઓ ભોગવવી પડશે. ત્યારપછી ક્યાંક તે માનવભવ પામી સિધ્ધિને મેળવશે.
જ્યારે સુખ વિપાકના નાયક સુબાહુકુમાર આદિ સંસારના કાળનો અધિકાંશ ભાગ દેવલોકના સ્વર્ગીય સુખોના ઉપભોગમાં અથવા માનવભવમાં જ વ્યતીત કરી પંદર ભવ પછી સિધ્ધિને મેળવશે.
વિપાક સૂત્રનું વિશ્લેષણ કરતા એટલું જ કહી શકાય કે પાપોના સેવનથી કર્મ બાંધતી વખતે વિવેકબુધ્ધિથી વિચારવું જોઇએ. કર્મોનો હિસાબ તો પાઇ પાઇ ચૂકવવો પડે છે. તેના માટે નિમિત્ત પછી કોઇપણ હોઈ શકે. વર્તમાનમાં મસ્ત રહે છે તે ભવિષ્યમાં ત્રસ્ત બની સંકટમય અને અંધકારમય પરિસ્થિતિમાં સપડાઈ જાય છે. આવું જાણી ઈચ્છા વિરોધ કરી સંચમીને તપમય, ત્યાગમય જીવન જીવવામાં જ મનુષ્યભવની સાર્થકતા છે.
પ્રસ્તુત સૂત્રમાં સુપાત્ર દાન દેવાની વિધિ, વિનય વ્યવહાર, તેનાથી થતા લાભોનું સુંદર વિવરણ સુબાહુકુમારના અધ્યયનમાં મળે છે.
દુઃખ વિપાકના પહેલા અધ્યયનમાં રોગને ઉપશાંત કરવાના વિવિધ પ્રયોગો તે સમયની ચિકિત્સા પધ્ધતિમાં આયુર્વેદ કેટલું પ્રચલિત હશે તેનો અહેવાલ આપે છે. માલિશ, લેપ, વમન, વિરેચન, ઔષધ વગેરેથી રોગને નિયંત્રણ કરવાના ઉપાયોનું સૂચન છે.
બીજું માતાના ગર્ભમાં અધર્મી જીવ આવે ત્યારથી માતાને મદિરાપાન, માંસાહાર કરવાની, અનિષ્ટ સેવવાની ઇચ્છા જાગે છે. આમ, માતાના દોહદનો ઉલ્લેખ છે. ત્યાં પુત્રના લક્ષણ પારણામાંના બદલે પુત્રના લક્ષણ ગર્ભમાંથી એમ કહેવું ઉચિત લાગે છે.
પિતાની ભૌતિક સંપતિનો વારસદાર તો પુત્ર જ બને છે. પણ સારા સંસ્કારોનો
100.