________________
મોતથી ગભરાયેલા મંત્રીએ ચાંડાળ પાસે પ્રાણોની ભીખ માંગી ત્યારે ચાંડાળે કહ્યું કે તું મારા ઘરના ગર્ભગૃહમાં રહી મારા પુત્રોને સંગીત આદિ કળા શીખવાડે તો હું તને મોતથી બચાવું. નમુચિ આ શરત સ્વીકારે છે. બંને પુત્રોને સંગીતકળા શીખવાડે છે. ત્યાં રહેતો નમુચિ ચાંડાળની પત્નીને પ્રેમ કરે છે. ભૂતદિન્નને આ વાતની ખબર પડતા નમુચિ પ્રાણ બચાવવા હસ્તિનાપુર ભાગે છે. બુદ્ધિની કુશળતાને કારણે તે સનતકુમાર ચક્રીનો મંત્રી બને છે.
આ બાજુ પોતાના રૂપ, યૌવન, નૃત્ય અને સંગીતકળા દ્વારા ચિત્ર-સંભૂતિ નગરવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. રાજા સુધી આ વાત પહોંચે છે. ચાંડાળના પુત્રને રાજા દેશવટો આપે છે.
પોતાની ચાંડાળ જાતિના લીધે અપમાનિત થયેલ ચિત્ર-સંભૂતિ આત્મહત્યા કરવા તૈયાર થાય છે. પર્વત પર ચઢે છે. ત્યાં એક મહાત્મા તેમને જુએ છે અને દુઃખ મુક્તિના ઉપાય રૂપ ચારિત્રધર્મ સમજાવે છે. ઉપદેશ સાંભળી બંનેએ દીક્ષા લઇ, છઠ્ઠ, અઠ્ઠમ, માસક્ષમણ આદિ તપ કરે છે. કઠોર તપના કારણે તેઓની પ્રસિધ્ધિ થાય છે. લોકો ખૂબ સમ્માનપૂર્વક તેઓને જુએ છે.
છેવટે અનશન સ્વીકારે છે. ત્યારે સનતચક્રવર્તી પોતાના પરિવાર સાથે વંદન માટે આવે છે. ચક્રવર્તી તેઓના તપ, ત્યાગની ખૂબ પ્રશંસા કરે છે. ત્યારબાદ વંદન કરતા ચક્રવર્તીના સ્ત્રી રત્નના વાળની લટ સંભૂતિ મુનિને સ્પર્શે છે. ત્યાં જ તેમની વિચારધારા બદલાઇ જાય છે. નિયાણું કરે છે કે મારા ચારિત્ર અને તપના પ્રભાવે હું ચક્રવર્તી બનું.
ચિત્રમુનિને આ વાતની ખબર પડે છે તે ખૂબ સમજાવે છે. પરંતુ સંભૂતિમુનિ પોતાનો સંકલ્પ છોડવા તૈયાર નથી. આયુ પૂર્ણ થતા બંને મુનિ સૌધર્મ દેવલોકમાં દેવ બન્યા. ત્યાર બાદ સંભૂતિમુનિ બ્રહ્મદત્ત રાજા અને ચુલની મહારાણીના પુત્ર બ્રહ્મદત્ત ચક્રવર્તી બન્યા.
નિષ્કામ ભાવથી ચારિત્રધર્મનું પાલન કરતા ચિત્રમુનિ પરિમતાલ નગરમાં શ્રેષ્ઠી પુત્ર બન્યા. તેઓ દીક્ષા લે છે. કર્મ ખપાવી મોક્ષ પદને પ્રાપ્ત કરે છે. જ્યારે બ્રહ્મદત્ત ચક્રવર્તી અનેક પાપકર્મ કરી, રૌદ્ર ધ્યાનમાં મરી ૭મી નરકમાં જાય છે. (૬) ૧૪મા ઇષકારીય અધ્યયનમાં ઈષકાર રાજા અને કમલાવતી રાણીનું વૈરાગ્ય ઉત્પન્ન કરે તેવું વર્ણન છે. કમલાવતી રાણી સાચી ધર્મપત્નીનું દૃષ્ટાંત છે. પિતાપુત્રના અને પતિ-પત્નીના સંવાદ નોંધપાત્ર છે.
સૌધર્મ દેવલોકમાં નલિની ગુલ્મ વિમાનમાં પરસ્પર છે મિત્રો દેવ હતા. આયુ પૂર્ણ