________________
થતાં તે બધા ઈષકાર નગરમાં ઇષકાર રાજા અને કમલાવતી રાણી, ભૃગુપુરોહિત તથા તેની યશા નામની પત્ની તથા બે દેવ પુરોહિતના પુત્રના રૂપે જન્મ્યા.
એકવાર આ પુરોહિતના બંને પુત્રોએ ત્યાગી મહાત્માને જોયા. દેખતાં જ તેમના મનમાં ચારિત્રધર્મના પરિણામ આવ્યા. સંસારની દરેક વસ્તુમાં ઉદાસીન બન્યા, વૈરાગ્ય ઉત્પન્ન થયો.
તેઓએ તેમના માતા પિતાને વાત કરી. પુત્ર મોહમાં વ્યાકુળ બનેલા માતાપિતા પહેલા તો તૈયાર થતા નથી પછી માની જાય છે અને દીક્ષા માટે રજા લે છે. મહારાણી અને મહારાજા પણ દીક્ષા લેવા તૈયાર થાય છે. નિર્મળ સંયમ પાળી તે બધા મોક્ષે જાય છે.
આમ, આ અધ્યયનમાં રાજા-રાણીનો, પિતા-પુત્રનો, પતિ-પત્નીનો સંવાદ નોંધપાત્ર છે. વૈરાગ્ય ઉત્પન્ન કરે તેવો છે. (૭) ૧૮મું સંજય અધ્યયન છે.
કાંપિલ્ય નગરના મહારાજા સંજયને શિકારનો ખૂબ શોખ હતો. એકવાર રાજાએ પોતાના બાણથી કોઈ હરણનો શિકાર કર્યો. શિકાર કરી રાજા હરણ પાસે આવ્યો ત્યારે મૃત હરણ પાસે કાર્યોત્સર્ગમાં ઉભેલા મહાત્માને જોયા.
મહાત્માને જોઈ પહેલા એ ગભરાઇ ગયો. એણે વિચાર્યું સદ્ભાગ્યથી હું બચી ગયો નહિતર આ બાણથી મહાત્માનો વધ થઈ જાત. તે મહાત્માના ચરણે પડ્યો. ક્ષમા માંગવા લાગ્યો.
રાજાની ભાવના જોઇ મહાત્માએ આત્મહિતકર ચારિત્રધર્મનો ઉપદેશ આપ્યો. રાજા ખૂબ પ્રભાવિત થયો. તે જ ક્ષણે ચારિત્ર લેવાનો સંકલ્પ કર્યો. રાજાએ દીક્ષા લેવાના ભાવ રજૂ કર્યા. મુનિએ તેમને દીક્ષા આપી. સંજયમુનિ નિરંતર ચારિત્રધર્મનું પાલન કરે છે. એકવાર આ મુનિને જાતિસ્મરણ જ્ઞાનવાળા ક્ષત્રિય રાજર્ષિનો યોગ થાય છે. એ બંને વચ્ચેનો સંવાદ ખૂબ પ્રેરણાદાયી છે. જે આ અધ્યયનમાં વર્ણવ્યો છે. (૮) મૃગાપુત્રીય અધ્યયનમાં મૃગાપુત્રની કથા વર્ણવી છે. આ ૧૯મું અધ્યયન છે.
સુગ્રીવ નગરમાં બલભદ્રરાજા અને મૃગા નામની મહારાણી હતી. એક શુભ દિવસે આ રાણીએ તેજસ્વી પુત્ર રત્નને જન્મ આપ્યો. જેનું નામ રાખ્યું બલશ્રી. પણ બધા એને મૃગારાણીના પુત્ર મૃગાપુત્ર તરીકે બોલાવતા. યૌવન વય થતા તેના લગ્ન થયા. એકવાર એ મહેલના ઝરૂખામાં બેસીને નગરનું દૃશ્ય નિહાળે છે. ત્યાં એક સાધુમહાત્મા જઈ રહ્યા હતા. તેમને જોઈ મૃગાપુત્રને જાતિસ્મરણ જ્ઞાન થયું. ગયા ભવમાં તે
83