________________
શકુનશાસ્ત્રચોપાઈઃ ભવિતવ્યમૂલ લૌકિક અનુભવનું સભાત્ર શાસ્ત્ર
ડૉ અજિત ઠાકોર
શકુનશાસ્ત્ર ચોપાઈની રચના પંડિત જયવિજયજીએ વિ.સં. ૧૬૬૦માં કરી હતી. જયવિજય નામના ત્રણ જૈન શ્રમણના ઉલ્લેખ મળે છે. એ પૈકી શકુનશાસ્ત્ર ચોપાઈના રચયિતા પંડિત જયવિજય વિબુધ મુખ્યદક્ષ પંડિત દેવવિજયના શિષ્ય હતા. અકબર બાદશાહને પોતાનાં જ્ઞાન અને વ્યક્તિત્વથી અત્યંત પ્રભાવિત કરી દેનાર હીરવિજયસૂરિ સાથે અકબરને ફતેહપુર સીક્કી મળવા જનારા ૬૭ સાધુસમુદાયમાં જયવિજય પણ એક હતા. બાદશાહના આમંત્રણથી થયેલી આ મુલાકાત વિ.સં. ૧૬૩૯ના જેઠ વદ બારસે સંભવી હતી.
પંડિત જયવિજયની ગુરુશિષ્ય પરંપરા આ પ્રમાણે હતી : વિજયદાનસૂરિ – રાજવિમલ ઉપાધ્યાય – મુનિવિજય – દેવવિજય – જયવિજય - શુભવિજય/હર્ષવિજય - સુમતિવિજય/મેરુવિજય - રામવિજય. સમતિવિજયના શિષ્ય રામવિજય “શાંતિજિનરાસમાં અંત પ્રશસ્તિ કરતા કહે છે કે (વિ. સં. ૧૭૮૫):
શ્રી જયવિજય વિબુધ શ્રદરિયા, પાર્લે સુધી કિરિયા – તસ પદ પંકજ ભમર સરિસા, શ્રી શુભવિજય કવીશા.
(શ્રી આનંદ કાવ્યમહોદધિ (ભા-૭, પૃ. ૧૨૨-૨૩) હર્ષવિજયના શિષ્ય મેરુવિજય નંદિષેણ મુનિ સજઝાયને અંતે કહે છે કે –
જયવિજય ગુરુ સીસ, તલ હરષ નમે નિસદીસ, મેરૂવિજય ઈમ બોલે, એહવા ગુરુને કુણ તોલે.
(શ્રીઆનંદ કાવ્યમહોદધિ ભા.૭ પૃ. ૧૨૬)
496 * જૈન રાસ વિમર્શ