________________
પંડિત જયવિજયે શકુનશાસ્ત્રચોપાઈ અને શોભનસ્તુતિ પર ૨૩૫૦ શ્લોકમાં વૃત્તિની રચના કરી હતી. તેમણે શકુનશાસ્ત્રચોપઈ વાગડ (રાજસ્થાન) પ્રદેશના ગિરિનગર (હાલનું ડુંગરપુર)ના રાજા સહઅમલ રાવલ અને રાજકુમાર કર્મસિંહના દરબારમાં ગાંધીનું કાર્ય કરતા સંઘના અગ્રણી સંઘરત્નના પુત્ર જોગીદાસને ભણાવવા માટે વિ.સં. ૧૬૬૦ની શરદપૂર્ણિમાએ રચી હતી :
વાગડ દેશ વયરાગર નામ, રાજધાની રૂડું છામ, જીહાં ષટદર્શનના વિશ્રામ, દેશ મધ્ય ગિરપુર વલી ગામ.
(શકુનશાસ્ત્ર ચોપાઈ પદ્ય-૩૩) સહસમલ્લ રાઉલ ભૂપાલ, પૃથ્વી પ્રભ તણો પ્રતિપાલ.
(શકુનશાસ્ત્ર ચોપાઈ પદ્ય-૩૩૬બ) તસ ચુત કુંવર કર્મસિંહ જેહ, ચૌદ વિદ્યા ગુહા જાણે તેહ,
(શકુનશાસ્ત્ર ચોપાઈ પદ્ય-૩૩૭એ) તસ ઘર ગાંધી સંઘ પ્રધાન, ઉર ઉપગારી ન ધરે સાંન,
(શકુનશાસ્ત્ર ચોપાઈ પદ્ય-૩૩૮૪) સંઘરત્ન પુત્ર યોગીદાસ, શુકનશાસ્ત્રનો કરે અભ્યાસ; તેહને ભણવા કાજે કરી, પ્રાકૃત બંધ એ ચઉપઈ ખરી.
(શકુનશાસ્ત્ર ચોપાઈ પદ્ય-૩૩૯) વ્યોમ રસ રતી ચંદ્ર વખાણ (૧૬૬૦) સંવત્સર એ હીયડે આંણ; સરદ ઋતુ જે આસો માસ, રાકા પૂર્ણ ચંદ્ર કલાવાસ.
(શકુનશાસ્ત્ર ચોપાઈ પદ્ય-૩૪૩) જયવિજયરચિત શકુનશાસ્ત્ર ચોપાઈ શુકનશાસ્ત્રની પરંપરાના નિચોડરૂપે રચાઈ છે.
શુકનશાસ્ત્રમાં સારંગરીય શુકનાર્ણવ, વસંતરાજ, માણિજ્યસૂરિકૃત શુકનસારોદ્ધાર, શુકનદીપિકાચોપઈ, વસંતરાજ ગ્રંથ પર શકુન શાસ્ત્રનામક ભાનુચંદ્રરચિત સંસ્કૃત ટીકા તથા જયવિજય રચિત શુકનશાસ્ત્ર ચોપાઈ મુખ્ય ગ્રંથો છે. વિ.સ. ૧૯૪૮માં જગદીશ્વર શિલાયંત્રાલય, મુંબઈથી પ્રકાશિત
શકુનશાસ્ત્રચોપાઈ : ભવિતવ્યમૂલ લૌકિક અનુભવનું સભાવ્ય શાસ્ત્ર 497