________________
માગણી સ્વીકારશો? રાસકાર આઠમી ઢાળની છેલ્લી પંક્તિઓમાં સહાય કરવાનું કહે છે. અને તે સહાયથી અમારી રત્નત્રયીની આરાધના નોર્મલ થાય એવી પ્રાર્થના કરે છે.
સ્વર્ગ વસંતા ગુરુજી અમ આતમતણી, રક્ષાધરી મન કરજો નિત્ય સહાય જો તુમ સહાયે રત્નત્રયી આરાધના, નિર્મલ કરતાં થાય ગત ઉદ્ધારજો. ૧૭
મુનિઓના હૈયાફાટ રુદનનું તાદ્દશ ચિત્ર આઠમી ઢાળમાં આપ્યા બાદ સ્વર્ગસ્થ પૂજ્યપાદશીના પાર્થિવ દેહની અંતિમ વિધિનો આખરી અધિકાર અંતિમ ઢાળમાં વર્ણવી કવિશ્રીએ કળશની રચના કરી છે. આ ઢાળમાં પૂજ્યપાદશ્રીના દેહવિલયના સમાચાર સાંભળી ગામેગામથી લોકો આવવા લાગ્યા, ટોળે-ટોળાં ઉભરાવા લાગ્યાં. તેઓશ્રીના મૃતદેહનાં દર્શન કરી સહુ પાવન થયાં.
ગુણસમૃદ્ધિના વૈભવવાળા ગુરુદેવશ્રીના જીવનની અનુમોદનાર્થે ખંભાતમાં અને અન્ય સ્થળોએ ભક્તિ મહોત્સવો થયા. ખંભાતમાં પૂજ્યપાદશ્રીના અંતિમવિધિ થઈ તે સ્થળે સમાધિમંદિરનું નિર્માણ થયું.
વ્રત નિયમ કોઈ કરતાં તુજ ભક્તિ ચિત્ત ધરંતા ગુરુ મંદિર કોઈ કરાવે તુજ મુરતિ તિહાં પધરાવે. ૮
સત્તર વર્ષના કુમાર પ્રેમચંદની કથાથી પ્રારંભ કરીને કવિશ્રીએ મુનિશ્રી પ્રેમવિજયની આચાર્યપદ પ્રાપ્તિ સુધીની કથાને સુંદર રીતે મઢીને રજૂ કરી છે. મુનિશ્રી પ્રેમવિજયજીએ પોતાની સંયમસાધના દ્વારા ગુરુવર્યોની અસીમકૃપા પ્રાપ્ત કરી. પોતાની આગવી સ્મરણશક્તિ અને અથાગ પરિશ્રમથી કર્મસાહિત્યનું ઊંડું અધ્યયન કર્યું અને શિષ્યો-પ્રશિષ્યોને કર્મસાહિત્યનું અધ્યાપન કરાવ્યું. પૂજ્યશ્રીએ કર્મવિષયક શાસ્ત્રોનું સર્જન પણ કર્યું. દિનભર તે સ્વાધ્યાયમાં રત રહેતા. ઈન્દ્રિયનિગ્રહના કારણે તે શુદ્ધ સંયમના સ્વામી બન્યા. ત્યાગ, તપ અને નિયમિતતાથી તેમનું જીવન મધુર બન્યું હતું. હૃદયરોગના વ્યાધિ અને પ્રોસ્ટેટના વ્યાધિ જેવા પરિષહોને પ્રસન્નતાપૂર્વક અને સમતાપૂર્વક સહન કર્યા. આ અનેક આવા અનેકગુણોનું કાવ્યમય શૈલીમાં વાચકગણને રસપાન કરાવ્યું. શ્રીજગચન્દ્રસૂરિજીએ ગુરુભક્તિ નિમિત્તે દુહા,
ગુરુગુણ અમૃતવેલી રાસ +403