________________
ગોઝારી પળનું અંતિમ દશ્ય કરાવવા ઈચ્છે છે.
વિ.સં. ૨૦૧૩ના જેઠ સુદ ૧૦ના દિવસે ભારે ઠાઠમાઠથી પૂજ્યપાદશ્રીનો વિશાળ સાધુવંદ સાથે ખંભાતનગરમાં ચાતુર્માસ પ્રવેશ થયો હતો. તે સાથે જ વાના ભયાનક દુખાવાનો પણ તેઓશ્રીના શરીરમાં પ્રવેશ થયો. આના ઉપચાર માટે તેઓ દોષિત પદાર્થ વાપરવા તૈયાર ન હતા. જીવનના અંતિમ દિવસોમાં એકાસણાં છોડવાં પડ્યાં તેનો તેઓશ્રીને ભારે રંજ હતો. સમાધિ વિચાર, શ્રી પંચસૂત્ર, ચિદાનંદ છત્રીસી, સ્તવનો અને સઝાયોના શ્રવણમાં પૂજ્યશ્રી લીન હતાં. જ્યારે છેલ્લી પળોમાં જાગૃત રહીને અનાદિ સંસારમાં ભટકતા પોતાના આત્માએ કરેલા સર્વ દુષ્કૃત્યોને ગળગળા બનીને નિંદી રહ્યા હતા. જાણે અજાણે અપરાધો બદલ સર્વ જીવરાશિને અંતઃકરણથી ખમાવી રહ્યા. છેવટે પૂજ્યપાદશ્રીના જયેષ્ઠ શિષ્ય પૂ. આચાર્યદેવ રામચંદ્રસૂરીશ્વરજી મ.સાહેબે ગુરુદેવશ્રીના કાનમાં પરમ કલ્યાણકારી શ્રી નમસ્કાર મંત્રની ધૂન ચાલુ કરી. છેવટે વિ.સં. ૨૦૨૪ વૈશાખ વદ ૧૧ની કાળી રાત્રિએ પૂજ્યપાદશ્રીનો જીવનદીપ બુઝાઈ ગયો.
ઈષ્ટસિદ્ધ તુજ હાથ અડતા દેર મૂકી તું ચાલ્યો જાગંતા અમે નયને અશ્રુનો વેગ રહ્યો નહિ ઝાલ્યો. ૨૨ કોણ કોના અ8 લુછે, તિહાં સો દુઃખ વેગ વહેતા દુઃખભાર નહિ કોઈ સહેતા મુનિ જગત વિલપતા ૨૪
કોણ કોનાં અશ્રુ લુછે? કોણ કોને આશ્વાસન આપે? જ્ઞાન અને સાધનામાં મસ્ત રહેનારા મુનિઓ પણ રુદનને અટકાવી શક્યા નહીં. અમારા જીવનનો આધાર કોણ બનશે?
પૂજ્ય ગુરુદેવશ્રીના કાળ કરી જવાથી એમનો સમસ્ત શિષ્ય સમુદાય ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયો. વિરહની વ્યથા કેવી રીતે સહેવાશે? આપશ્રી વિના શહેર પણ ભેંકાર ભાસે છે. આજે આપના વિના સર્વત્ર સૂનકાર છે. ગુરુદેવે કરેલા ઉપકારોને મુનિવરો યાદ કરીને પોતાના વિકાસ માટે જીવનઘડતર માટે ગુરુદેવ કેવા શિલ્પી હતા. તેનું મનોમંથન કવિશ્રીએ આઠમી ઢાળમાં દર્શાવ્યું છે. આપના ઉપકારોને, આપના ગુણોને આપનાં વચનોને સતત યાદ કરતા રહીને અમે અમારો પંથ કાપવા માટે સજ્જ બની શકીએ - એવી પ્રેરણા આપ જ્યાં હો ત્યાંથી પૂરી પાડશો એવી અમારી છેવટની
402 “જેન રાસ વિમર્શ