SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન રાસા સાહિત્ય' ઋષભકૃત કુમારપાળ રાસ ડૉ. ઉત્પલા કાંતિલાલ મોદી વિશાલ એપાર્ટમેન્ટસ, એચ' બીલ્ડીંગ ફ્લેટ નં.૪૦૨, ચોથે માળ, સ૨ એમ.વી. રોડ, અંધેરી (ઈસ્ટ) મુંબઈ-૬૯. ફોનઃ ૨૬૮૩૬૦૧૦/ ૨૬૮૩૩૯૬૧. ઉપપ્રાચાર્યા અને તત્ત્વજ્ઞાન વિભાગના વડા ભવન્સ હજારીમલ સોમાણી કૉલેજ, કે. એમ. મુનશીમાર્ગ, ચોપાટી, મુંબઈ-૪૦૦૦૦૭] કુમારપાળ રાસ ચાલુક્ય વંશમાં, જૈન ધર્મના આધારસ્તંભ સમાન કુમારપાળ રાજા અતિપ્રસિદ્ધ છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના સંપર્કથી તેઓ જૈન ધર્મના આરાધક બન્યા. જીવદયા પ્રેમી રાજર્ષિ તરીકે પંકાયેલા કુમારપાળ રાજાનું જીવનચરિત્ર કવિ ઋષભદાસ વડે આલેખાયેલું છે. સંસ્કૃત ભાષામાં કુમારપાળચિરત્ર, કુમારપાળપ્રબંધ, કુમારપાળ પ્રતિબોધ વગેરે અનેક ઐતિહાસિક ચરિત્રો સાધુ કવિઓ દ્વારા લખાયેલા છે. તેના ઉપરથી કેટલાક કવિઓએ રાસો બનાવેલ છે. તેમાં ઋષભદાસ કવિએ લખેલ ‘કુમારપાળ રાસ' સોમસુંદર સૂરિશિષ્ય જિનમંડનગણિ ઉપાધ્યાયના સં. ૧૪૯૨માં રચાયેલા ‘કુમારપાળ પ્રબંધ'ના આધારે આ કૃતિ રચાઈ છે. વળી ઋષભદાસ કૃત રાસ પરથી સં. ૧૭૪૨માં આસો સુદ૧૦ (વિજયાદશમી)ના દિવસે ખરતરગચ્છના જિન હર્ષગણિ નામના સાધુએ કુમારપાળ ૫૨ સંક્ષિપ્ત રાસ રચેલો છે. જિનાગમ અને જિનમંદિર એ બંને આ કાળમાં પરમતારક છે તે નિર્વિવાદ છે ને તેની વિદ્યમાનતામાં જૈનશાસનમાં સર્વ છે અને તેના અભાવે કશું નથી. ધર્મવિષયને પ્રતિપાદન કરનાર કે તેની પ્રભાવનાને અનુસ૨ના૨ જે કોઈ ગ્રંથ હોય તે જિનાગમ છે પછી ભલે તે ગદ્ય, પદ્યાત્મક ઐતિહાસિક, ઉપદેશાત્મક, વાર્તા સાહિત્ય, આચાર વિષયક કે ધર્મવિષયક મૂલગ્રંથને અનુસ૨ના૨ કોઈ પણ ગ્રંથ હોય. ‘કુમારપાળ પ્રતિબોધ પ્રબંધ' ઐતિહાસિક હોવા છતાં ખરી રીતે ધર્મગ્રંથ જ છે. કારણ કે તેમાં વર્ણવેલ કુમારપાળની જીવનગાથા સમ્યક્ત્વની કુમારપાળ રાસ - 337
SR No.022860
Book TitleJain Ras Vimarsh
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi, Diksha Savla, Sima Ramhiya
PublisherVeer Tatva Prakashak Mandal
Publication Year2014
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy