SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ દઢતા અને ધર્મસન્મુખ વાળવાના આશયે શુદ્ધસત્યોના સંગ્રહરૂપ છે, અને પૂર્વ પુરુષોનો તેની રચના પ્રત્યેનો પરિશ્રમ કુમારપાળના ધર્મદઢ અને ધર્મપ્રભાવક કાર્યોના પ્રચાર દ્વારા જગતમાં ધર્મભાવનાની પ્રગટતા સાથે ધર્મપ્રભાવના થાય તેને લઈને છે. - કવિ ઋષભદાસે આ રાસકૃતિમાં પ્રારંભમાં પંચપરમેષ્ઠીને વંદના કરી મંગલાચરણ કરી માતા સરસ્વતીની અનેક નામો વડે સ્તવના કરી છે. સૂર, નર કે કિન્નર ગમે તેટલો શક્તિશાળી હોય પણ માતા શારદાની કૃપા વિના જગતમાં પૂજનીય બનતો નથી. પ્રથમ ચોપાઈમાં કવિએ માતા સરસ્વતીની સ્તુતિ, જ્ઞાનનો મહિમા દર્શાવ્યા પછી કુમારપાળ રાજાની શ્રેષ્ઠતા દર્શાવે છે. ભગવાન ઋષભદેવ અને ભગવાન મહાવીરના સમયમાં અનેક રાજા મહારાજાઓ થઈ ગયા. જેવા કે રામ, કૃષ્ણ, શ્રેણિક, કોણિક, ભરત, બાહુબલી વગેરે. પરંતુ કુમારપાળ જેવો સમર્થ અહિંસાપ્રેમી રાજવી થયો નથી. ઉપરોક્ત સર્વ રાજાઓની કીર્તિ પ્રશંસનીય છે પરંતુ જીવદયાપ્રેમી કુમારપાળ રાજાની અહિંસાની તોલે કોઈ ન આવી શકે. તેમણે પોતાના રાજ્યમાં તથા પોતાની આજ્ઞામાં વર્તતા અઢારે દેશમાં અમારિ પડહ વગડાવ્યો હતો. આ પ્રમાણે સર્વ જીવો પ્રત્યે આત્મવતુ. ભાવના ભાવનારા કુમારપાળ રાજાની શ્રેષ્ઠતા દર્શાવી હવે ઋષભદાસ ધર્મપ્રેમી કુમારપાળ રાજાનો પરિચય વિસ્તારપૂર્વક કહે છે. સદ્ભાગ્યે આ કૃતિ આ.કા.મમૌ.૮માં પ્રગટ થયેલી છે. કુમારપાળના જીવનનાં અભ્યાસ માટે તે એક આકર્ષક ઐતિહાસિક કૃતિ છે. સોમસુંદર સૂરિશિષ્ય જિનમંડણગણિ ઉપાધ્યાયના સં. ૧૪૯૨માં રચાયેલા કુમારપાળ પ્રબંધ (સંસ્કૃત) ના આધારે કવિએ આ કૃતિ રચી છે એમ કવિ પોતે જણાવે છે. તે પ્રબંધનાંહિ છે જર્યું. રૂષભ કહે મેં અધ્યું તર્યું (ખંડ રજો, પૃ.૧૯૮) વળી શાસ્ત્ર પરંપરાથી પ્રાપ્ત થતી કેટલીક વિગતો અને નીતિશાસ્ત્રનાં વચનો પણ કવિએ તેમાં ઉતાર્યા છે. હેતુ, યુક્તિ અને દૃષ્ટાંતો પણ કવિએ. શાસ્ત્ર અનુસાર તેમાં મૂક્યાં છે. વળી – 338 * જૈન રાસ વિમર્શ
SR No.022860
Book TitleJain Ras Vimarsh
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi, Diksha Savla, Sima Ramhiya
PublisherVeer Tatva Prakashak Mandal
Publication Year2014
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy