SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ તેઓશ્રી જણાવે છે કે વર્તમાન સમયે શ્રુત સાહિત્ય તરફ સેવાતી ઉપેક્ષાથી વર્તમાન પેઢીમાં તે તરફની જિજ્ઞાસા ઘટતી જાય છે. એથી એવા પ્રયાસો થવા જોઈએ કે જેથી જ્ઞાનનું સંસ્કરણ થતું રહે. શ્રીપાળરાસમાંથી પ્રગટ થતાં ચાર અનુયોગો – દ્રવ્યાનુયોગ, કથાનુયોગ, ગણિતાનુયોગ અને ચ૨ણક૨ણાનુયોગ જ્ઞાનના ક્ષયોપશમની ક્ષમતાની સાથે જોડાયેલાં છે. દા.ત., કથા, આરાધનાવિધિ, જ્ઞાનાનુષ્ઠાનો અને રિદ્ધિસિદ્ધિ અનુક્રમે કથાનુયોગ, ચરણાકરણાનુયોગ, દ્રવ્યાનુયોગ અને ગણિતાનુયોગ દર્શાવે છે. પ્રસ્તુત ગ્રંથમાં પણ જ્ઞાનના ક્ષયોપશમની કક્ષાના આધારે બાળ, મધ્યમ અને પંડિત – એમ ત્રણેય પ્રકારના જીવો (વાચકો)ને ધ્યાનમાં રાખીને ગાથાર્થ, ટબો, અનુપ્રેક્ષા સંદર્ભો વગેરે જોવા મળે છે. જ્ઞાનનો મંદ ક્ષયોપશમ હોય એ પ્રકારના લોકો એટલે કે બાળજીવો તેઓને ધર્માભિમુખ બનાવવા માટે કથા અને બાહ્ય આકર્ષણ ઉપયોગી બને. અહીં શ્રીપાળ-મયણાનું કથાનક સરળ અને રસપ્રદ બન્યું છે, ઉપરાંત પ્રભુના ગુણોને પણ સરળતાથી દર્શાવ્યા છે, પરિણામે આવા જીવો, શ્રી નવપદજીનો મહિમા સમજી શકે. જેમના જ્ઞાનનો ક્ષયોપશમ સામાન્ય કક્ષાનો છે એ જીવો મધ્યમ ગણાય. આવા લોકો ધર્મમાં જોડાય અને સ્થિર થવા પ્રયત્નશીલ રહે એ માટે અહીં શ્રીપાળ-મયણા દ્વારા શ્રી સિદ્ધચક્રજીની આરાધનાવિધિ, નિયમોનું પાલન વગેરે બાબતોનું આલેખન થયું છે. દા.ત., જ્યારે તેઓએ નવપદજીની ઓળીનો પ્રારંભ કર્યો ત્યારે જે વિધિ કરી તે માટે સિરિસિસરવાલ કહા’માં જણાવ્યું છે : पढमं तणुमणसुद्धिं, काउण लिणालए चिणच्चं च । સિરિ-સિદ્ધવ-પૂર્વ અટ્ટુપયત્રં ઝુળદ્ વિહિન || ૨૩૩ || (ભાગ : ૧ પૃષ્ઠ ૧૭૬) પ્રથમ તન-મન શુદ્ધિ, જિનપૂજા અને શ્રી સિદ્ધચક્રજીની અષ્ટપ્રકારી પૂજા... આ રીતે વિધિવિધાનોમાં કાળજી વિષયક ધર્મભાવના પ્રગટ કરી છે. ત્રીજા પ્રકારના વધારે ઊંચી કક્ષાના જ્ઞાનના ક્ષયોપશમવાળા જીવો બાહ્ય બદલે આંતરિક અને તાત્ત્વિક રીતે ધર્મને સમજે છે અને તેમાં જોડાય છે. આવી સુંદર છણાવટ એ જ્ઞાનવૈભવની સાક્ષીરૂપે વર્ણવી શકાય. આ ઉપરાંત ‘શ્રીપાળરાસ'ના ચારે ય ખંડોના કુલ ૧૮૨૫ શ્લોક પ્રમાણ અને ૧૨૫૨ ગાથાઓની સ્પષ્ટ સમજ માટે શબ્દાર્થ સાથે ગાથાર્થ તો છે શ્રીપાલ રાસ * 329
SR No.022860
Book TitleJain Ras Vimarsh
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi, Diksha Savla, Sima Ramhiya
PublisherVeer Tatva Prakashak Mandal
Publication Year2014
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy