________________
૨થનેમીય (૨૨મું અધ્યયન ૩૭ મૂળ ગાથાઓ) પૃષ્ઠ ૭૫૪-૭૫૫
ભાગ : ૫ નં. ૩૬૨ માલવદેશ – ઉજ્જયિણી નગરી શક રાજાશાહીની સ્થાપના ઉન્નતિ માટે આ.શ્રી કાલકસૂરિજી પૃષ્ઠ : ૯૨૬
પરિશિષ્ટ : ૧૧ શ્રીપાલ રાસ (૧૯મી સદી) દુર્લભ સિરોહી કલમથી નિષ્પન્ન સચિત્ર હસ્તલિખિત દર્શનીય પત્રો પૃષ્ઠ : ૧૦૯૬
અને પરિશિષ્ટ : ૧૨ ‘સિરિરિવાલ કહા’ (૧૫મી સદી) દુર્લભ સચિત્ર હસ્તલિખિત પ્રતના દર્શનીય પત્રો.. પૃષ્ઠઃ ૧૧૦૪
આ તો માત્ર આઠ-દસ ઉદાહરણો આપ્યાં છે. આ ગ્રંથ આવા ખજાનાથી વિભૂષિત થયો છે. આ.શ્રી અભયશેખરસૂરિજીનું માર્ગદર્શન ઉલ્લેખનીય છે. તેઓના શબ્દોમાં જોઈએ તો...
જૈનશાસનનું અજોડ અધ્યાત્મ સાહિત્ય, જૈનશાસનના પૂર્વના શ્રાવકોની કલાપ્રિયતા એ માટેની ઉદારતાને એના પ્રભાવે જૈનશાસનનો સમૃદ્ધ કલાખજાનો. આ બધાનો વિશ્વને એકસાથે પરિચય મળે એ માટે આજના વિશ્વને ગમે એવી સાજ-સજ્જા સાથે ૨જૂ ક૨વામાં દિલની અત્યંત ઉદારતાનો પરિચય આપનાર છે શ્રી પ્રેમલભાઈ કાપડિયા.’
કલાની સૂઝ, કલાપરખ અને કલાની કદર આ ત્રણેય બાબતોનો અહીં સમાવેશ થાય છે. સામાન્યજીવ બાહ્ય કલા-રૂપ-રંગને સમજશે. જિજ્ઞાસુ બની અંદરના ઊંડાણને પામવાનો પ્રયત્ન કરવાની સમજ ધરાવનારા કલાત્મક અભિવ્યક્તિના આધારે શ્રીસિદ્ધચક્રજી – નવપદજીની આરાધનામાં વધારે તીવ્ર બને અને પુણ્યાત્મા તરીકે જ્ઞાનની વિશેષચિ ધરાવનારા બને એની કાળજી આ સૌંદર્યદૃષ્ટિમાં પ્રતિબિંબિત થાય છે. ખાસ તો શ્રીપાલરાસની ગાથાઓનાં વાચન-મનનની સાથે ભાવાત્મક પ્રત્યક્ષીકરણની સંયોજિત અનુભૂતિથી અભિભૂત થઈ જવાય એવી સુખદ ઘટના અહીં ઠેરઠેર પામી શકાય છે. આ ઉપરાંત આ પાંચેય ભાગનાં મુખપૃષ્ઠો, દરેક પાનની સજાવટ વગેરે જોઈને સૌ કોઈ આ ગ્રંથો ખોલ્યા વગર ન જ રહી શકે. આ પ્રકાશનની આ તો મોટી સિદ્ધિ છે!
જ્ઞાનવૈભવની જાહોજલાલી
શ્રી પ્રેમલભાઈએ આ મહાપ્રકાશન અથાગ, અપાર અને અજોડ પુરુષાર્થથી કર્યું છે, તે દર્શાવે છે કે આ જ્ઞાનવિસ્તરણનું મહાસોપાન છે. આ કાર્યમાંથી પ્રગટતી જ્ઞાનાત્મક દિવ્યતા પામવા માટે અહીં પૂરી તક છે. 328 * જૈન રાસ વિમર્શ