SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ નવપદ યંત્ર. ભાગ : ૫માં નં. ૩૯૪ શ્રી નવપદ યંત્ર (પ્રાચીન) આ રીતે અહીં દુર્લભ કૃતિઓ મૂકવામાં શોધ-સંશોધનના આધારે મેળવેલા વારસાનું ચયન જોવા મળે છે. પરિણામે પરિકલ્પના વિશુદ્ધ રીતે સાકાર થઈ છે. રચયિતાની કલાપ્રિયતા અને સૌંદર્યદૃષ્ટિ સંસ્કૃતના એક પ્રચલિત શ્લોકમાં જણાવાયું છે કે સાહિત્ય, સંગીત, કલા વગરનો માણસ પૂંછ વગરના પશુ સમાન છે. આ તો થઈ સામાન્ય જનસમાજ માટેની અપેક્ષા. પરંતુ અંગ્રેજીમાં કહીએ તો: Literature is the light. Art is the sublimity but where literature and art both are found, it is the sublime light. આ બાબત આ ગ્રંથસર્જનનું હાર્દ પણ છે. આ માટે ભવ્યાતિભવ્ય તસવીર-ચિત્રો, પટો, દુર્લભ ચિત્રાંકનના નમૂનાઓ, સુંદર અને કલાત્મક કિનારીઓ સાથેની હસ્તપ્રતો, પ્રાચીન સચિત્ર પ્રતો, સિરોહી કલમથી નિષ્પન્ન થયેલી કલાકૃતિઓ, સૌથી ધ્યાનાકર્ષક એવા મુઘલશૈલીનાં ચિત્રો વગેરેએ આ ગ્રંથની કલાત્મકતાને વિશેષ સમૃદ્ધ બનાવી છે. આ કલાનું દર્શન મનને પ્રસન્નતા બક્ષે છે. તેનાથી આ ગ્રંથનો શબ્દ વધારે ઉજાગર બન્યો છે. આપણી વાચનયાત્રા આ કલાના કાંગરે કાંગરે અટકી જાય છે. આ દૃશ્યાંકનોને મનભરીને માણી લેવા થંભી જવાય એવાં અનેક ઉદાહરણો આપી શકાય એવી વિશાળતા અહીં પડી છે. એમાંના કેટલાક મુકામો આ રહ્યા : નં.૨૨ - રાસરચનામાં મગ્ન મહો.શ્રી યશોવિજયજી ભાગ : ૧ મહારાજ...પૃષ્ઠ ૫૪ - નં.૪૪ – ટોળાંને જોઈને વિસ્મિત થયેલા રાજા (સમગ્ર દેશ્ય મન ભરીને માણવા લાયક) પૃષ્ઠ ૧૧૬-૧૧૭ ભાગ : ૨ નં.૧૩૮ (તમામ) શ્રી સહસ્ત્રકૂટ ગર્ભિત શ્રી શત્રુંજયતીર્થ... પૃષ્ઠ : ૩૪૦-૩ નં.૧૫ શ્રી રાતા મહાવીરાય નમ: પૃષ્ઠ-૨૪૬ ભાગ : ૩ નં.૧૯૪ રાજકુંવરી ગુણસુંદરીનું વીણાવાદન... પૃષ્ઠ ૪૯૨ ભાગ : ૪ નં.૨૮૬ પ્રાચીન હસ્તપ્રત ઉત્તરાધ્યયનના (ઓ.અં.) - શ્રીપાલ રાસ. * 327
SR No.022860
Book TitleJain Ras Vimarsh
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi, Diksha Savla, Sima Ramhiya
PublisherVeer Tatva Prakashak Mandal
Publication Year2014
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy